Not Set/ રાજકારણથી દૂર રહેલા લોકો વિષે કોઈ ટિપ્પણી કરવાની જરૂર નથી : પ્રહલાદ મોદી

કોંગ્રેસના નેતા રાજ બબ્બરે પીએમ મોદીના માતાની તુલના ડોલર સાથે કરવાને લઇ મોદીના મોટા ભાઇ પ્રહલાદભાઇ પણ નારાજ થયા છે. રાજ બબ્બરની ટિપ્પણીની ટીકા કરતાં પ્રહલાદભાઇએ જણાવ્યું કે, તેમના માતા અને તેમનો પરિવાર રાજનીતિમાં ક્યાંય સંકળાયેલો નથી. આથી તેમના વિશે કોઈએ પણ જાહેરમાં બોલવું ન જોઈએ. તેમણે બબ્બરના આ નિવેદનની ટીકા કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ હતાશ છે. આ […]

Ahmedabad Top Stories Gujarat
modi ke bhai રાજકારણથી દૂર રહેલા લોકો વિષે કોઈ ટિપ્પણી કરવાની જરૂર નથી : પ્રહલાદ મોદી

કોંગ્રેસના નેતા રાજ બબ્બરે પીએમ મોદીના માતાની તુલના ડોલર સાથે કરવાને લઇ મોદીના મોટા ભાઇ પ્રહલાદભાઇ પણ નારાજ થયા છે.

રાજ બબ્બરની ટિપ્પણીની ટીકા કરતાં પ્રહલાદભાઇએ જણાવ્યું કે, તેમના માતા અને તેમનો પરિવાર રાજનીતિમાં ક્યાંય સંકળાયેલો નથી. આથી તેમના વિશે કોઈએ પણ જાહેરમાં બોલવું ન જોઈએ. તેમણે બબ્બરના આ નિવેદનની ટીકા કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ હતાશ છે. આ નિવેદન મોદીને ગાળો આપવાના ઇરાદાનું પરિણામ છે.

પ્રહલાદ મોદી આગળ કહ્યું કે, નરેન્દ્ર મોદી સિવાય અમારા પરિવારમાંથી કોઇપણ વ્યક્તિને રાજનીતિ સાથે સંબંધ નથી. એવામાં કોંગ્રેસે અમારા પરિવારને રાજકારણમાં ઢસડી જવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં.

મુખ્યમંત્રી રૂપાણીએ પણ રાજ બબ્બરના નિવેદનને ખોટું ઠેરવી કહ્યું કે, રાજનીતિમાં નિવેદનબાજીના અમુક લોકતાંત્રિક સિદ્ધાંતો છે અને તેની નીચે જઈને મર્યાદા વિરૂદ્ધ આવી નિવેદનબાજી થવી જોઈએ નહીં.