Gandhinagar : ગુજરાતમાં પોલીસની બિન હથિયારી PSIની ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તા.08/01/2025 થી ગુજરાત રાજયના 15 (પંદર) કેન્દ્રો ઉપર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શારીરીક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની યાદી પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે.
ઉમેદવારો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ https://gprb.gujarat.gov.in/ પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે.
Gujarat-Police-Result-Physical-Test.pdf
પરિણામ કેવી રીતે જોવુ ?
* ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટની મુલાકાત લો: https://gprb.gujarat.gov.in/
* “પરિણામ” અથવા “Result” વિભાગ શોધો.
* બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની શારીરિક કસોટીના પરિણામની લિંક પર ક્લિક કરો.
* તમારો રોલ નંબર અથવા અન્ય જરૂરી વિગતો દાખલ કરો.
* પરિણામ જોવા માટે સબમિટ કરો.
* ઉમેદવારોએ આગળની પરીક્ષાઓ માટે સારી રીતે તૈયારી કરવી જોઈએ.
* ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ માહિતી તેની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
આ પણ વાંચો:જામનગરના ગોરધનપર ગામમાં 10 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત
આ પણ વાંચો:જામનગરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો માતબર જથ્થો પકડાયો
આ પણ વાંચો:51000 લીટર દારૂ, 77 કરોડની કિંમતનો ડ્રગ્સ, ચૂંટણી પહેલા પોલીસની મોટી કાર્યવાહી
