Not Set/ સુરેન્દ્રનગરમાં ભાજપની મહિલા કાર્યકર પર હુમલો

સુરેન્દ્રનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી થઈ ગઈ છે ત્યારે સુરેન્દ્રનગરમાં ભાજપના મહિલા કાર્યકર પર હુમલો થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ધાંગધ્રાના ધ્રુમઠમાં રહેતી ભાજપની મહિલા કાર્યકર પર આ હુમલો કરવામાં આવ્યો. જો કે મળતી માહિતી મુજબ મહિલાના કાકાજી સહિત 4 શખ્સોએ લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં મહિલાને સારવાર […]

Gujarat
721a4533 8129 4aaf 820a 8643923bce04 સુરેન્દ્રનગરમાં ભાજપની મહિલા કાર્યકર પર હુમલો

સુરેન્દ્રનગર:

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી થઈ ગઈ છે ત્યારે સુરેન્દ્રનગરમાં ભાજપના મહિલા કાર્યકર પર હુમલો થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ધાંગધ્રાના ધ્રુમઠમાં રહેતી ભાજપની મહિલા કાર્યકર પર આ હુમલો કરવામાં આવ્યો.

જો કે મળતી માહિતી મુજબ મહિલાના કાકાજી સહિત 4 શખ્સોએ લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

એવું પણ જાણવા મળ્યું છે કે મહિલાએ બુટલેગર વિશે પોલીસને બાતમી આપતા તેના પર આ હુમલો કરવામાં આવ્યો હતો.