Not Set/ ગુજરાતમાં રાજકીય પક્ષબદલી, BJP છોડીને પુનઃ કોંગ્રેસનો પંજો પકડતા ભોળા ગોહિલ

અમદાવાદ: ગુજરાતમાં આજે રાજકીય પક્ષ બદલીનો દિવસ હોય તેવું લાગી રહ્યું છે. જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ કોંગ્રેસનો હાથ છોડીને BJP નો સાથ લીધો છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલે આજે પુનઃ કોંગ્રેસનો પંજો પકડીને ઘરે પરત ફર્યા છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો હાથ […]

Ahmedabad Top Stories Gujarat Rajkot Trending Politics
Bhola Gohil Left the BJP and Rejoin Congress

અમદાવાદ: ગુજરાતમાં આજે રાજકીય પક્ષ બદલીનો દિવસ હોય તેવું લાગી રહ્યું છે. જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ કોંગ્રેસનો હાથ છોડીને BJP નો સાથ લીધો છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલે આજે પુનઃ કોંગ્રેસનો પંજો પકડીને ઘરે પરત ફર્યા છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો હાથ પકડીને ક્રોકુંવરજી બાવળિયાસવોટિંગ કરનાર કોંગ્રેસના જસદણના ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલને વિધાનસભાની ચૂંટણીમાં જસદણની બેઠક પરથી ભાજપે ટિકિટ આપી ન હતી. જેના કારણે છેલ્લા કેટલાક સમયથી ભોળાભાઈ ગોહિલ નારાજ હતા. આ દરમિયાન આજે એ કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો હતો. આ સમયે ભોળાભાઈ ગોહિલે પણ ભાજપ છોડીને આજે ગાંધીનગર ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં ફરીથી કોંગ્રેસનો પંજો પકડીને તિરંગો ખેસ પહેર્યો હતો. આ સમયે ચાવડા અને ધાનાણીએ તેમને આવકારીને તિરંગો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ અને કુંવરજી બાવળિયા પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભાજપ પોતાની ઘટી રહેલી લોકપ્રિયતાને ટકાવી રાખવા માટે હવે કોંગ્રેસના નેતાઓને તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. કોંગ્રેસ પક્ષે કુંવરજી બાવળિયાને અનેક વખત મોટી મોટી તકો આપી છે, તેમ છતાં જો બાવળિયાએ કોંગ્રેસ છોડીને ભાજપનો સાથ લીધો છે.

જયારે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ બીજેપી અને કુંવરજી બાવળિયાને નિશાન બનાવતા કહ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપ તમામ મોરચા પર નિષ્ફળ નીવડી છે. તેમના જ કાર્યકરોમાં અસંતોષ છે. હાવે તેમના નેતાઓ પણ પાક્ષમાં સંઘર્ષ કરી રહ્યા છે જયારે કેટલાક બળવો પણ કરી રહ્યા છે.

આ સંજોગોમાં કોંગ્રેસના નેતાઓને ભાજપમાં સામેલ કરવાના પ્રયાસો તેમની નેતાગીરી કરવામાં આવી રહ્યા છે. કુંવરજીભાઈએ કોંગ્રેસમાં અન્યાયની વાત કરી રહ્યા છે. પરંતુ કેટલાય વર્ષોથી કોંગ્રેસે તેમને કેટલુય આપ્યું છે. પાંચ વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ બનાવ્યા છે. આ ઉપરાંત તેમના બહેન અને દિકરીને પપન ચૂંટણીમાં ટિકિટ આપી છે. કુંવરજીભાઈએ તેમના પોતાના વ્યક્તિગત હિતોને પોષવા માટે સમાજને દિવાલ બનાવવાનું કામ કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના જસદણના ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ સહીત આઠ સભ્યોએ વ્હિપ હોવા છતાં બીજેપીના ઉમેદવારને મત આપ્યો હતો. જેના કારણે કોંગ્રેસ પક્ષ દ્વારા તેમના સહીત આઠ સભ્યોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.