Politics/ વડાપ્રધાન મોદીની દાઢી પર શશી થરૂરે કરી કોમેન્ટ, અંગ્રેજીનો આ નવો શબ્દ આવ્યો બહાર

કોંગ્રેસનાં સાંસદ શશી થરૂર હંમેશા પોતાની અંગ્રેજીને લઇને ચર્ચામાં રહે છે. હવે શશી થરૂરનાં શબ્દકોશમાંથી Pogonotrophy નામનો એક નવો શબ્દ બહાર આવ્યો છે. જેનો અર્થ છે દાઢી ઉગાડવી.

Top Stories India
11 48 વડાપ્રધાન મોદીની દાઢી પર શશી થરૂરે કરી કોમેન્ટ, અંગ્રેજીનો આ નવો શબ્દ આવ્યો બહાર

કોંગ્રેસનાં સાંસદ શશી થરૂર હંમેશા પોતાની અંગ્રેજીને લઇને ચર્ચામાં રહે છે. હવે શશી થરૂરનાં શબ્દકોશમાંથી Pogonotrophy નામનો એક નવો શબ્દ બહાર આવ્યો છે. જેનો અર્થ છે દાઢી ઉગાડવી. શશી થરુરે આ શબ્દ વિશે ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દાઢીનો ઉલ્લેખ કર્યો છે.

11 47 વડાપ્રધાન મોદીની દાઢી પર શશી થરૂરે કરી કોમેન્ટ, અંગ્રેજીનો આ નવો શબ્દ આવ્યો બહાર

કોરોનાની અસર / દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 46 હજારથી વધુ કેસ, ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે સરકાર એલર્ટ

PM મોદી પર શશી થરૂરનો કટાક્ષ

કોંગ્રેસનાં નેતા શશી થરૂરે વડા પ્રધાન મોદી પર કટાક્ષ કર્યો છે. શશી થરૂરે એક ટ્વિટર યુઝર્સનાં સવાલનાં જવાબ આપતી વખતે આ કટાક્ષ કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેમના મિત્રએ તેમને નવો અંગ્રેજી શબ્દ શીખવાડ્યો છે, જેનો અર્થ દાઢી ઉગાડવાનો છે. શશી થરૂરે એક વાક્યમાં આ શબ્દનો ઉપયોગ કરતાં કહ્યું કે, વડા પ્રધાન મોદી મહામારી દરમ્યાન દાઢી ઉગાડતા રહ્યા. આપને જણાવી દઇએ કે, પ્રિયા આનંદ નામનાં એક ટ્વિટર યુઝરે શશી થરૂરને ટ્વીટ કરીને કહ્યું હતું કે, તે લાંબા સમયથી અંગ્રેજીનો નવો શબ્દ શીખવાની રાહ જોઈ રહી છે. ટ્વિટર યુઝરે કહ્યું કે, તમારા અદભૂત ભાષણો ઉપરાંત હું ઘણા લાંબા સમયથી નવા શબ્દની રાહ જોઈ રહી છું.

11 49 વડાપ્રધાન મોદીની દાઢી પર શશી થરૂરે કરી કોમેન્ટ, અંગ્રેજીનો આ નવો શબ્દ આવ્યો બહાર

Interesting / ગરીબીની ખટાસ દૂર કરવા કેરી વેચતી બાળકીને અચાનક જ મળી સહાનુભૂતિની મિઠાસ, 1 કેરી 10 હજારમાં વેચાઈ

યુઝર્સે કોંગ્રેસ નેતાને આપ્યો નવો શબ્દ

યુઝર્સને જવાબ આપતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે, મારા અર્થશાસ્ત્રી મિત્ર રતિન રોયે મને આજે એક નવો શબ્દ Pogonotrophy શીખવાડ્યો છે. જેનો અર્થ દાઢી ઉગાડવાનો છે. વડા પ્રધાન જેમ રોગચાળા દરમ્યાન દાઢી ઉગાડવામાં વ્યસ્ત હતા. આ પહેલીવાર નથી જ્યારે શશી થરૂરે વડા પ્રધાન મોદીની દાઢી પર કટાક્ષ કર્યો છે. આ પહેલા પણ શશી થરૂરે વડા પ્રધાન મોદીની દાઢી અને દેશની જીડીપીની તુલના કરી છે. શશી થરૂરે વડા પ્રધાન મોદીનાં પહેલા કાર્યકાળ દરમ્યાન મોદી સરકારની કાર્યકારી શૈલીની ટીકા કરતા એક પુસ્તક પણ લખ્યું હતું. શશી થરૂરનાં પુસ્તકનું નામ છે પેરાડોક્સિકલ પ્રાઇમ મિનિસ્ટર. આ પુસ્તક 2018 માં પ્રકાશિત થયું હતું.

11 50 વડાપ્રધાન મોદીની દાઢી પર શશી થરૂરે કરી કોમેન્ટ, અંગ્રેજીનો આ નવો શબ્દ આવ્યો બહાર

મોટા સમાચાર / ભારત સરકારની ચેતવણી બાદ યુરોપનાં 8 દેશોએ ભારતમાં બનેલી કોવિશિલ્ડને આપી માન્યતા

સુનંદા પુષ્કર કેસમાં સુનાવણી મુલતવી રાખવામાં આવી

આપને જણાવી દઇએ કે, આજે કોંગ્રેસનાં સાંસદ શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરનાં મોત મામલે આરોપો ઘડવાની બાબતમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. આ પહેલા 16 મેનાં રોજ વિશેષ ન્યાયાધીશ ગીતાંજલિ ગોયલે કોરોનાવાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને આદેશ આપવાને લઇને 16 જૂન સુધી સુનાવણી મોકૂફ કરી હતી. કોર્ટે દિલ્હી પોલીસ અને શશી થરૂર સમક્ષ હાજર રહેલા વકીલોની દલીલો સાંભળ્યા બાદ 12 એપ્રિલનાં રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. જે બાદ આ મામલો અનેક વખત મુલતવી રાખવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે થરૂર વિરુદ્ધ કલમ 498 એ અને 306 હેઠળ કેસ નોંધ્યો હતો, પરંતુ તેમની ધરપકડ કરી નથી. 5 જુલાઈ, 2018 નાં રોજ થરૂરને જામીન મળી ગયા હતા.