નીતિન પટેલે કોંગ્રેસના એજન્ટ હોવાનું જણાવીને હાર્દિક પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના એજન્ટો ખુલ્લા પડી ગયા છે તેવું પત્રકારોને જણાવ્યું હતું. કોઇપણ સંજોગોમાં કુલ અનામત 50%થી વધી શકશે નહીં એવો સુપ્રીમ કોર્ડનો ચૂકાદો છે. જો કે સીએમ નીતિન પટેલના હાર્દિક અંગે આપેલા વિવાદિત નિવેદનને લઈને હાર્દિક પટેલે ટ્વિટ કરી ડે.સીએમને વળતો જવાબ આપતા કહ્યું કે ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પાટીદાર સમાજને મૂર્ખ કહ્યો છે…જે હવે સહન કરવામા નહિ આવે…ભાજપ સરકાર સાંભળી લે કે હવે ગુજરાતમાં જનતાનું જ રાજ ચાલશે.
હાર્દિકે ટ્વીટ કરીને એમ પણ કહ્યું છે કે, એ લોકો ક્યારેક હાથ કાપી કાઢવાની ધમકી આપે છે. ક્યારેક મુર્ખ કહે છે. ગુજરાત ફક્ત ભાજપનું નથી જનતાને જે ઠિક લાગશે તેવું જ થશે. અમારી પર જો હુકમી નહિં ચાલે.
