Not Set/ ટીકીટો ના મળતાં કોંગ્રેસ પર ભડક્યું પાસ, ઠેર ઠેર હંગામો, ભરતસિંહ સોલંકીના ઘરે હલ્લાબોલ

અમદાવાદ, કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીની જાહેર કરવાની સાથે જ પાસ’ સાથે ઘર્ષણ ચાલુ થઇ ગયું હતું. કોંગ્રેસની યાદીમાં પાટીદારોને નજરઅંદાજ કરવામાં આવ્યો હોવાનો પાટીદારો દ્વારા આક્ષેપ કરીને કોંગ્રેસની ઓફિસોમાં તોડફોડ કરવામાં આવી હતી.પાસના કાર્યકરોએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીના ઘરે જઇને હંગામો કર્યો હતો.હંગામાની સ્થિતિ ઉભી થતા કોંગ્રેસની અમદાવાદ સ્થિત મુખ્ય ઓફિસે તાળા મારી દેવામાં આવ્યા […]

Top Stories
congress oppose 1 ટીકીટો ના મળતાં કોંગ્રેસ પર ભડક્યું પાસ, ઠેર ઠેર હંગામો, ભરતસિંહ સોલંકીના ઘરે હલ્લાબોલ

અમદાવાદ,

કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીની જાહેર કરવાની સાથે જ પાસ’ સાથે ઘર્ષણ ચાલુ થઇ ગયું હતું. કોંગ્રેસની યાદીમાં પાટીદારોને નજરઅંદાજ કરવામાં આવ્યો હોવાનો પાટીદારો દ્વારા આક્ષેપ કરીને કોંગ્રેસની ઓફિસોમાં તોડફોડ કરવામાં આવી હતી.પાસના કાર્યકરોએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીના ઘરે જઇને હંગામો કર્યો હતો.હંગામાની સ્થિતિ ઉભી થતા કોંગ્રેસની અમદાવાદ સ્થિત મુખ્ય ઓફિસે તાળા મારી દેવામાં આવ્યા હતા.

કોંગ્રેસે તેમના ઉમેદવારોની બીજી જાહેર થતાં ચારેબાજુ અસંતોષનું વાતાવરણ થયું હતું.કોંગ્રેસે પાસના કાર્યકરોને ટીકીટ નહીં આપતાં રવિવારે મોડી રાત્રે ભારે ભડકો થયો હતો.

પાસના સુત્રોનું કહેવું હતું કે કોંગ્રેસે ટીકીટ વહેંચણીમાં તેમના કાર્યકરોની અવગણના કરી છે અને વચન પ્રમાણેની સીટો નહીં આપવાને કારણે આ કાર્યકરો નારાજ થયા છે.

પાસના કાર્યકરોએ સુરત,મોરબી અને ભાવનગરની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી.પાસના કાર્યકરોએ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીના ઘરે હલ્લા બોલ કર્યું હતું.પાસના કાર્યકરોના હલ્લોબોલ પછી પોલીસ દ્વારા ભરતસિંહ સોલંકીના ઘરને કોર્ડન કરવામાં આવ્યું હતા અને પાસના કન્વીનર દિનેશ બાંભણીયા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે.દિનેશ બાંભમણિયા અને પોલિસ વચ્ચે ઝપાઝપી થઇ હતી અને તેમની અટકાયત કરવામાં આવી હતી.

દિનેશ બાંભણિયાનું કહેવું હતું કે કોંગ્રેસે પાસના કાર્યકરોને ટીકીટો આપવાનો વાયદો કરીને ટીકીટ નહીં આપી તેનો અમે વિરોધ કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે ધોરજીમાંથી પાસના નેતા લલિત વસોયાને ટીકીટ આપી છે.

બીજી તરફ રવિવારે મોડી રાત સુધી રાજ્યમાં કોંગ્રેસની ઓફિસોની બહાર હોબાળો કરવામાં આવ્યો હતો.કોંગ્રેસના જે ઉમેદવારોને ટીકીટ ના મળી તેમના સમર્થકો દ્રારા ટીકીટ મેળવનાર ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો હતો.સુરતમાં પણ પાસના કાર્યકરો સામસામે આવી ગયા હતા.સુરતમાં પાસના કાર્યકરોએ. નિલેશ કુંભાણીને ઓફિસ પર મારામારી બાદ તોડફોડ પણ કરવામાં આવી હતી.સુરતામાં કોંગ્રેસના ઉમેદવાર પ્રફુલ્લ તોગડિયાનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.પ્રફુલ્લ તોગડિયાના ઘરે દઇને હંગામો કર્યો હતો અને કતાર ગામમાં પૂતળા બાળ્યા હતા.પાસના કાર્યકરો લોકસભાની ચૂંટણી લડી ચૂકેલા કોંગ્રેસ અગ્રણી નૈષધ દેસાઈના ભટાર ખાતે આવેલા ફાર્મહાઉસમાં ઘૂસી ગયા હતા અને ત્યાં મોટા પાયે તોડફોડ કરી હતી.

સુરત, અમદાવાદ આ ઉપરાંત ભાવનગરમાં પણ પાસ દ્વારા વિરોધ દર્શાવવામા આવી રહ્યો છે. ભાવનગરમાં કોંગ્રેસના અને ખાસ કરીને ભરતસિંહના પૂતળા દહન કરવામા આવ્યા છે.