Not Set/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના ચૂંટણી પ્રવાસે,સાત જેટલી સભાઓ સંબોધશે

અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભાજપના ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવે ગુરુવારે વડાપ્રધાન મોદીના ગુજરાતના ચૂંટણી પ્રચાર કાર્યક્રમની વિગતો આપી હતી. મોદીના ચૂંટણી પ્રચારની શરૂઆત મન કી બાત અને ચાય પે ચર્ચા સાથે થશે. નરેન્દ્ર મોદી તારીખ 27મી નવેમ્બર અને 29મી નવેમ્બર એમ બે દિવસ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. નરેન્દ્ર […]

Top Stories
narendra modi વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના ચૂંટણી પ્રવાસે,સાત જેટલી સભાઓ સંબોધશે

અમદાવાદ,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભાજપના ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવે ગુરુવારે વડાપ્રધાન મોદીના ગુજરાતના ચૂંટણી પ્રચાર કાર્યક્રમની વિગતો આપી હતી. મોદીના ચૂંટણી પ્રચારની શરૂઆત મન કી બાત અને ચાય પે ચર્ચા સાથે થશે. નરેન્દ્ર મોદી તારીખ 27મી નવેમ્બર અને 29મી નવેમ્બર એમ બે દિવસ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રચારમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને પ્રાધાન્ય અપાયું છે.

બે દિવસમાં તેમની 8 સભા યોજાશે. જેમાં 27મી નવેમ્બરે સવારે 11 વાગ્યે ભૂજમાં સભા, બપોરે દોઢ વાગ્યે જસદણ, બપોરે ત્રણ વાગ્યે ધારી અને સાંજે સવા પાંચ વાગ્યે કામરેજમાં સભા યોજાશે.

જ્યારે 29મી નવેમ્બરે સવારે 11 કલાકે મોરબી, બપોરે દોઢ વાગ્યે પ્રાચી, બપોરે સાડા ત્રણ વાગ્યે પાલીતાણા અને સાંજે સાડા પાંચ વાગ્યે નવસારીમાં વડાપ્રધાનની સભા યોજાશે.