Not Set/ પોરબંદર : ભારતીય નેવીનું માનવરહિત એરિયલ વ્હીકલ ટેક ઓફ બાદ થયું દુર્ઘટનાગ્રસ્ત

પોરબંદર, ભારતીય નેવીનું માનવરહિત એરિયલ વ્હીકલ હેરોન ગુરુવારે ટેક ઓફ થયા બાદ ટુંક જ સમયમાં દુર્ઘટનાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં સવારે ૧૦ વાગ્યે આ પ્લેન ક્રેશ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં કોઈ મોટી જાનહાની સર્જાઈ નથી અને ઘટનાની તપાસ માટે એક બોર્ડનું પણ ગઠન કરવામાં આવ્યું છે. #Visuals: […]

Gujarat
GGGG પોરબંદર : ભારતીય નેવીનું માનવરહિત એરિયલ વ્હીકલ ટેક ઓફ બાદ થયું દુર્ઘટનાગ્રસ્ત

પોરબંદર,

ભારતીય નેવીનું માનવરહિત એરિયલ વ્હીકલ હેરોન ગુરુવારે ટેક ઓફ થયા બાદ ટુંક જ સમયમાં દુર્ઘટનાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં સવારે ૧૦ વાગ્યે આ પ્લેન ક્રેશ થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં કોઈ મોટી જાનહાની સર્જાઈ નથી અને ઘટનાની તપાસ માટે એક બોર્ડનું પણ ગઠન કરવામાં આવ્યું છે.

બીજી બાજુ પોરબંદરના ઉદ્યોગનગરમાં ડ્રોન ક્રેશ થયા બાદ આ વિસ્તારના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે ત્યારબાદ આ બનાવની જાણ થતા જ પોલીસ અને નેવીના અધિકારીઓ દોડી આવ્યા હતા. ક્રેશ થયા બાદ આ માનવરહિત ડ્રોનમાં આગ ભીષણ આગ લાગી હતી અને આગમાં બળીને ખાખ થઇ ગયું હતું.

આ ડ્રોન કેશ થયા અંગે નેવીના જનસંપર્ક અધિકારી (PRO)એ જણાવ્યું હતું કે, રિમોટલી પાઈલોટેડ એરક્રાફ્ટ (RPA) નેવીના એરબેસની પાસે સવારે ૧૦ વાગ્યે ક્રેશ થયું છે. ટેક ઓફ થયા બાદ તે ક્રેશ થયું હતું અને આ દુર્ઘટનામાં કોઈ ઈજા પહોચી નથી. પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે કે, RPAનું એન્જિન ફેલ થવાના કારણે ક્રેશ થયું હોવાનું જોવા મળી રહ્યું છે.