Not Set/ ધોરણ-12માં નાપાસ થતાં વિદ્યાર્થીનીએ કર્યો આપઘાતનો પ્રયત્ન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની માર્ચ 2018માં પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ 55.55 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળ્યો હતો.. એકબાજુ વિદ્યાર્થીઓ ઢોલનગારા ગરબા સાથે પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યાં હતાં. તો […]

Gujarat
પાણી 14 ધોરણ-12માં નાપાસ થતાં વિદ્યાર્થીનીએ કર્યો આપઘાતનો પ્રયત્ન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની માર્ચ 2018માં પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ 55.55 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળ્યો હતો.. એકબાજુ વિદ્યાર્થીઓ ઢોલનગારા ગરબા સાથે પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યાં હતાં. તો પોરબંદરમાં ધોરણ 12માં નાપાસ થતાં વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેનાં કારણે સમગ્ર વિસ્તારમાં અને વિદ્યાર્થીઓમાં અને પરિવારમાં ચિંતાનો માહોલ છવાયો છે.

પોરબંદરમાં ધોરણ 12માં નાપાસ થતાં વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીનીએ નાપાસ નાસીપાસ થઈ ગઈ હતી. અને પરિણામ આવતાં વિદ્યાર્થીનીએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. યુવતીને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

સૌથી ઊંચું પરિણામ ધરાવતું કેન્દ્ર બ્લાઇન્ડ(સુરત) 100 ટકા.

સૌથી ઓછું પરિણામ 31.54 ટકા પરિણામ ઉદેપુર જિલ્લામાં.

સૌથી ઓછું પરિણામ લાવનાર કેન્દ્ર લુણાવાડા 11.74 ટકા.

206 સ્કૂલનું પરિણામ 100 ટકા.

વિદ્યાર્થીનીઓનું પરિણામ – 74.78 ટકા.

વિદ્યાર્થીઓનું પરિણામ 63.71 ટકા.

સૌથી વધુ પરિણામ ડાંગ જિલ્લાનુ 77.32.