Not Set/ સાબરકાંઠા: બેભાન અવસ્થામાં મળેલી વિદ્યાર્થીનીનું મોત, દુષ્કર્મ થયુ હોવાની આશંકા

સાબરકાંઠા, સાબરકાંઠામાં બેભાન અવસ્થામાં મળી આવેલી વિદ્યાર્થીનીનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, પોશીના તાલુકાના દંત્રાલ ગામેથી એક વિદ્યાર્થીની બેભાન અવસ્થામાં મળી આવી હતી. 11 વર્ષની વિદ્યાર્થીની શાળાથી પોતાના ઘર તરફ પરત ફરી રહી હતી તે સમયે બેભાન થઇ ગઇ છે. અચનાક જ બેભાન થયેલી બાળકીને જોઇને ઘટના સ્થળે લોકોના ટોળાટોળા એકઠા થઇ ગયા હતા અને […]

Gujarat
badki સાબરકાંઠા: બેભાન અવસ્થામાં મળેલી વિદ્યાર્થીનીનું મોત, દુષ્કર્મ થયુ હોવાની આશંકા

સાબરકાંઠા,

સાબરકાંઠામાં બેભાન અવસ્થામાં મળી આવેલી વિદ્યાર્થીનીનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, પોશીના તાલુકાના દંત્રાલ ગામેથી એક વિદ્યાર્થીની બેભાન અવસ્થામાં મળી આવી હતી. 11 વર્ષની વિદ્યાર્થીની શાળાથી પોતાના ઘર તરફ પરત ફરી રહી હતી તે સમયે બેભાન થઇ ગઇ છે.

અચનાક જ બેભાન થયેલી બાળકીને જોઇને ઘટના સ્થળે લોકોના ટોળાટોળા એકઠા થઇ ગયા હતા અને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી.

દરમિયાન સાંજના શાળા છૂટયા પછી પણ તે ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતામાં સરી પડયા હતા અને છાત્રાની શોધ કરતાં તે દંત્રાલ ગામ નજીક રોડ ઉપરથી બેહોશ અવસ્થામાં મળી આવતા તાત્કાલિક સારવાર માટે પોશીના અને ત્યારબાદ ખેડબ્રહ્મા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બેભાન હાલતમાં છાત્રા ઉપર બળાત્કાર ગુજારાયો હોવાની આશંકા વચ્ચે પોશીના પી.એસ.આઈ. એ.ડી.પરમારનો સંપર્ક કરતાં તેમને છાત્રાના શંકાસ્પદ મોત અંગે પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા પછી જ સાચુ કારણ જાણવા મળશે તેમ જણાવ્યું હતું. જ્યારે મૃતક છાત્રાના શરીર ઉપર ઈજાનાં કોઈ નિશાન જોવા ન મળ્યાં હોવાનુ વધુમાં જણાવ્યું હતું.

કમનસીબે આ બાળકીનું એમ્બ્યુલન્સમાં સારવાર માટે લઇ જતી વેળાએ રસ્તામાં જ મોત નિપજ્યું હતું. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બાળકીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી હતી અને વધુ તપાસ હાથધરી છે.