Not Set/ રાજ્યભરમાં બિન ખેતીની જમીનને N.A કરવાની પ્રક્રિયા થશે ઓનલાઈન : CM રુપાણી

ગાંધીનગર, રાજ્યની રુપાણી સરકાર દ્વારા વધુ એક પ્રજાલક્ષી અને પારદર્શી નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આગામી લાભપાંચમથી રાજ્યની તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓમાં બિન ખેતીની જમીન N.A કરવાની પરવાનગી ઓનલાઈન કરવાનો નિર્ણય કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા ગત ૨૩ ઓગષ્ટથી (N.A) કરવાની પ્રક્રિયા ઓનલાઈન કરવાનો પાયલોટ પ્રોજેક્ટ […]

Top Stories Gujarat Trending
29 04 2016 29vijayrupani રાજ્યભરમાં બિન ખેતીની જમીનને N.A કરવાની પ્રક્રિયા થશે ઓનલાઈન : CM રુપાણી

ગાંધીનગર,

રાજ્યની રુપાણી સરકાર દ્વારા વધુ એક પ્રજાલક્ષી અને પારદર્શી નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આગામી લાભપાંચમથી રાજ્યની તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓમાં બિન ખેતીની જમીન N.A કરવાની પરવાનગી ઓનલાઈન કરવાનો નિર્ણય કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા ગત ૨૩ ઓગષ્ટથી (N.A) કરવાની પ્રક્રિયા ઓનલાઈન કરવાનો પાયલોટ પ્રોજેક્ટ અમદાવાદ અને ગાંધીનગરમાં કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ સફળ રહેતા હવે સરકાર દ્વારા રાજ્યની તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓમાં પણ અમલ શરુ કરવા નિર્ણય કરાયો છે.

માનવામાં આવી રહ્યું છે કે, સરકારના આ ક્રાંતિકારી અને પારદર્શી નિર્ણય સાથે જ બિનખેતી પરવાનગી માટેની અગાઉની જટિલ પ્રથા અને વિલંબથી નાગરિકોને મુક્તિ મળશે.