Not Set/ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ, કહ્યું – ગુજરાત સરકારે ખેડૂતોનું દેવુ માફ ના કર્યું

મહુવા, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બંને પક્ષો સૌરાષ્ટ્રમાં પ્રચાર કરી રહ્યા છે.  ભાવનગરના મહુવાના વિજપડી પાસે આસરાણા ચોકડી ખાતે રાહુલ ગાંધીની જનસભાનું આયોજન કરાયું હતુ. વિપક્ષ નેતા પરેશ ધાનાણીને જીતાડવા રાહુલ ગાંધી મેદાને ઉતર્યા છે. જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદી અદાણી અને અંબાણીના ચોકીદાર છે. અમારી સરકારે રાજસ્થાન,છત્તીસગઢ, MPમાં […]

Top Stories
રાહુલ ગાંધી ભાવનગર સભા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ, કહ્યું – ગુજરાત સરકારે ખેડૂતોનું દેવુ માફ ના કર્યું

મહુવા,

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બંને પક્ષો સૌરાષ્ટ્રમાં પ્રચાર કરી રહ્યા છે.  ભાવનગરના મહુવાના વિજપડી પાસે આસરાણા ચોકડી ખાતે રાહુલ ગાંધીની જનસભાનું આયોજન કરાયું હતુ. વિપક્ષ નેતા પરેશ ધાનાણીને જીતાડવા રાહુલ ગાંધી મેદાને ઉતર્યા છે. જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદી અદાણી અને અંબાણીના ચોકીદાર છે. અમારી સરકારે રાજસ્થાન,છત્તીસગઢ, MPમાં ખેડૂતોના દેવા માફ કર્યાં, ગુજરાત સરકારે દેવા માફ ન કર્યું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ન્યાય યોજનાના પૈસા માલ્યા અને લલિત મોદી જેવા ચોરોના ખાતામાંથી આવશે. જનતાએ મોદી પર ભરોસો કરી પ્રધાનમંત્રી બનાવ્યા છે. મોદીની રોજગારી, 15 લાખની વાત બધું જ ખોટુ નીવડ્યું. ભારતની સરકાર દર વર્ષે 72 હજાર રૂપિયા 25 કરોડ લોકોને આપી શકે છે. મોદીએ નોટબંધી કરી તેમાં અર્થતંત્રના ચીથરાં ઉડી ગયા.પુરૂષોને ઉદાસીન નહીં કરૂ. નોંધનીય છે કે રાહુલ ગાંધી હમણાં ગુજરાતના પ્રવાસે છે ત્યારે નરેન્દ્ર મોદી પણ 17 એપ્રિલના રોજ ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે.