ગુજરાત વરસાદ Live/ ચોમાસાની ધમાકેદાર શરૂઆત, આગામી 5 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે થશે વરસાદ

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના અનેક સ્થાનો પર વરસાદ જોવા મળ્યો.

Top Stories Gujarat
Beginners guide to 2024 06 27T094530.606 ચોમાસાની ધમાકેદાર શરૂઆત, આગામી 5 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે થશે વરસાદ

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આગામી 5 દિવસ માટે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે. મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે જ્યારે રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી.  અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી જ્યારે સૌરાષ્ટ્ર, પંચમહાલ અને વડોદરામાં અતિભારે વરસાદની આગાહી કરતા  ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું.

રાજ્યમાં ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના અનેક સ્થાનો પર વરસાદ જોવા મળ્યો. છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં કેટલાક ભાગોમાં સવા ઈંચ જેટલો વરસાદ પડ્યો. વરસાદનું આગમન થતા જ ખેડૂતોમાં ખુશી જોવા મળી. લાંબા સમયથી ખેતરોમાં તેમના પાકમાં વાવણી લાયક વરસાદની રાહ જોઈ ખેડૂતો વરસાદના આગમનથી ખુશ થયા છે. સાબરકાંઠામાં 24 કલાકમાં 3 તાલુકામાં વરસાદ વરસ્યો. જ્યારે ઇડરમાં સવા ઇંચ અને હિંમતનગર,પોશીનામાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યો.

24 કલાકમાં સવા ઈંચ વરસાદ

હવામાન વિભાગની માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં ઇડરમાં 31 મિમી, હિંમતનગરમાં 07 મિમી અને પોશીનામાં 14 મિમી વરસાદ નોંધાયો. આગામી દિવસોમાં પણ અનેક સ્થાનો પર હળવાથી મધ્યમ વરસાદ રહેશે. આ સપ્તાહમાં દરિયાકાંઠના વિસ્તારોમાં પવનની ગતિ વધતા ધીમી ધારનો વરસાદ જોવા મળી શકે.

દેશના અન્ય સ્થાનો પર ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં મધ્યમ વરસાદનું જોર રહેશે. જ્યારે દેશના દક્ષિણ ભાગોમાં ચોમાસુ જામ્યુ છે. હવામાન વિભાગે 28 અને 29 જૂનના રોજ હરિયાણા-ચંદીગઢ-દિલ્હીમાં કેટલાક સ્થળોએ ઉપરાંત દક્ષિણ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને, ગુરુવારે તમામ પ્રાથમિક અને ઉચ્ચ શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો બીજી બાજુ ઓડિશાના બારગઢ અને બોલાંગીર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ વીજળી પડવાથી ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કુમાર કાનાણીએ GCAS ના પોર્ટલની કામગીરી સામે લેટર લખી નારાજગી દર્શાવી

આ પણ વાંચો: ‘જો પોલીસ ગુનાહિત કેસમાંથી મુક્ત નથી, તો વકીલો…’; ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો: ગુજરાતમાં થઈ ચોમાસાની શરૂવાત અહી પડ્યો ધોધમાર વરસાદ LIVE

આ પણ વાંચો: બળદગાડું તણાતા દોઢ વર્ષનો બાળક અને બે બળદ પાણીમાં ડૂબ્યા