Not Set/ બિગ બોસ ફેઈમ પાયલ રોહતગીની રાજસ્થાન પોલિસે કરી ધરપકડ,જાણો કારણ

બિગ બોસ ફેમ એક્ટ્રેસ પાયલ રોહતગીની રાજસ્થાન.પોલીસે અમદાવાદમાંથી ધરપકડ કરી છે.પાયલે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના પિતા મોતીલાલ નહેરુ પર વીડિયો બનાવવા બદલ ધરપકડ કરી છે. પાયલની ટીમે પણ આ અંગે ટ્વીટ કર્યું છે. પોલીસે પાયલની અમદાવાદથી ધરપકડ કરી હતી. શુક્રવારે બુંદીના સદર પોલીસ સ્ટેશનના પ્રભારી લોકેન્દ્ર પાલીવાલની આગેવાની હેઠળની એક ટીમ અમદાવાદ પહોંચી હતી. પોલીસ […]

Ahmedabad Top Stories Gujarat
A 7 બિગ બોસ ફેઈમ પાયલ રોહતગીની રાજસ્થાન પોલિસે કરી ધરપકડ,જાણો કારણ

બિગ બોસ ફેમ એક્ટ્રેસ પાયલ રોહતગીની રાજસ્થાન.પોલીસે અમદાવાદમાંથી ધરપકડ કરી છે.પાયલે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના પિતા મોતીલાલ નહેરુ પર વીડિયો બનાવવા બદલ ધરપકડ કરી છે. પાયલની ટીમે પણ આ અંગે ટ્વીટ કર્યું છે. પોલીસે પાયલની અમદાવાદથી ધરપકડ કરી હતી.

શુક્રવારે બુંદીના સદર પોલીસ સ્ટેશનના પ્રભારી લોકેન્દ્ર પાલીવાલની આગેવાની હેઠળની એક ટીમ અમદાવાદ પહોંચી હતી. પોલીસ ત્રણ દિવસ અહીં રહી હતી. તેમણે રવિવારે નોટિસ પણ આપી હતી અને પાયલની ધરપકડ કરી હતી. પાયલે બુંદીના સદર પોલીસ સ્ટેશનમાં આઇટી એક્ટ અને અન્ય કલમો હેઠળ નોંધાયેલા કેસ સામે સ્થાનિક કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે.

આપને જણાવી દઇએ કે, 5 ડિસેમ્બરે રાજસ્થાન પોલીસે પાયલ રોહતગીને પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધી પર વિવાદિત ટિપ્પણીઓ કરવા બદલ નોટિસ ફટકારી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેણે 1 સપ્ટેમ્બરના રોજ ફેસબુક પર વાંધાજનક વીડિયો શેર કર્યો હતો.

રાજસ્થાન યુથ કોંગ્રેસના મહાસચિવ ચર્મેશ શર્માએ પાયલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ પછી, પોલીસ ગુજરાતમાં તેના ઘરે ગઈ હતી અને આ કેસમાં તેના ઘરે પણ નોટિસ આપવામાં આવી હતી. જણાવી દઈએ કે આ કેસ રાજસ્થાનના બુંદી જિલ્લાના બુંદી સદર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.

આપને જણાવી દઇએ કે આ પહેલા પાયલે હિન્દુ-મુસ્લિમ વિશે વિવાદિત નિવેદનો આપ્યા છે અને અનેક ટ્વીટ્સ પણ કરી ચુક્યા છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલનું નામ ‘પાયલ રોહતગી અને ટીમ- ભગવાન રામ ભક્તો’ પણ રાખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.