Not Set/ રાજ્યના 122 કેન્દ્રની સાથે રાજકોટમાં પણ ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરુ

રાજકોટ આમતો સરકારે મગફલાઈની ટેકાના ભાવથી ખરીદી લાભ પાંચમથી શરુ કરી દીધી હતી પરંતુ ત્યાર બાદ થોડો સમય  બંધ રાખ્યા બાદ આજથી  ગુજરાતના 122 કેન્દ્ર પર મગફળીની ફરીથી ટેકાના ભાવથી ખરીદી શરુ કરવામાં આવી છે જેના ભાગ રૂપે આજે રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે  પણ મગફળીની ખરીદી શરુ કરવામાં આવી હતી. ગુજરાતની ચૂંટણીમાં ભાજપને ઓછી […]

Top Stories
rjtmagfadi રાજ્યના 122 કેન્દ્રની સાથે રાજકોટમાં પણ ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરુ

રાજકોટ

આમતો સરકારે મગફલાઈની ટેકાના ભાવથી ખરીદી લાભ પાંચમથી શરુ કરી દીધી હતી પરંતુ ત્યાર બાદ થોડો સમય  બંધ રાખ્યા બાદ આજથી  ગુજરાતના 122 કેન્દ્ર પર મગફળીની ફરીથી ટેકાના ભાવથી ખરીદી શરુ કરવામાં આવી છે જેના ભાગ રૂપે આજે રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે  પણ મગફળીની ખરીદી શરુ કરવામાં આવી હતી.

ગુજરાતની ચૂંટણીમાં ભાજપને ઓછી સીટ મળી તેની પાછળનું મુખ્ય કારણ ખેડૂતોની નારાજગી હોવાનું માનવામાં આવે છે ત્યારે રાજ્ય સરકાર ફરી એક વખત ખેડૂતોની વ્હારે આવી છે અને આજથી ગુજરાતભરના માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવથી ખરીદી શરુ કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે રાજકોટમાં ટેકાના ભાવથી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા નોંધાયેલા 36 હઝરથી પણ વધારે ખેડૂતોને આ  લાભ મળશે।રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ સીસીટીવી કેમરાની વચ્ચે અને સરકારના અધિકારી વચ્ચે  ખરીદી શરુ કરવામાં આવી હતી

આજે પ્રથમ દિવસે નોંધાયેલા ખેડૂતો પોતાની પાવતી સાથે  રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ કહતે પોતાની મગફળી સાથે પહોંચ્યા હતા અને પોતાની મગફળી  વેંચી હતી અને સરકારે જે વ્યસ્થા ગોઠવી છે તેનાથી તેઓ ખુશ હોવાનું જણાવતા હતા. હાલતો મગફળી જે ખેડૂતો પાસે પડી છે તેને સરકારી ભાવ મુજબ ખરીદી કરવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે  જેથી કરીને ખેડૂતોને વધારે નુકશાની ભોગવી ન પડે જોકે આ અલકભ માત્ર રજીસ્ટર્ડ થયેલા ખેડૂતોને મળી શકશે.