Not Set/ વાંકાનેર : બે ST બસ વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માતઃ 5ના મોત, 40થી વધુ ઘાયલ

રાજયમાં અકસ્માતનો સિલસિલો હજુ પણ યથાવત છે. આજે (શુક્રવાર)સવારે રાજયના મોરબી જિલ્લામાં આવેલ વાંકાનેરના ખેરવા ગામ નજીક બે એસ.ટી. બસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એસ.ટી.ના ચાલક સહિત 40થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે 5 લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ વાકાનેર તાલુકા પોલીસ અને એસ.ટી. બસના ડેપો મેજેર ઘટના સ્થળે […]

Top Stories Gujarat Others
aaaaaaaaa 2 વાંકાનેર : બે ST બસ વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માતઃ 5ના મોત, 40થી વધુ ઘાયલ

રાજયમાં અકસ્માતનો સિલસિલો હજુ પણ યથાવત છે. આજે (શુક્રવાર)સવારે રાજયના મોરબી જિલ્લામાં આવેલ વાંકાનેરના ખેરવા ગામ નજીક બે એસ.ટી. બસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એસ.ટી.ના ચાલક સહિત 40થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે 5 લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ વાકાનેર તાલુકા પોલીસ અને એસ.ટી. બસના ડેપો મેજેર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આપને જાણવી દઈએ કે આ અકસ્માત એટલો ગમખ્વાર છે કે એસ.ટી. બંને મોરાનો કચ્ચરઘાણ નકળી ગયો છે જ્યારે કૅબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા માટે કાચ તોંડવો પડ્યો છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો પણ હાઇવે પર દોડી આવ્યો છે.

 આ અકસ્માતમાં મહિલા, પુરૂષો, બાળકો અને વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘવાયા છે. જ્યારે એક એસ.ટી. બસના ચાલકની હાલત અતિ નાજૂક હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં ઇજાગ્રસ્તોની પ્રાથમિક સારવાર કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ એક એસ.ટી. બસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હતા તેથી ઇજાગ્રસ્તોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. બેકાબુ ચાલકે સામેથી આવી રહેલી અન્ય એસ.ટી.ને ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો છે.

 અકસ્માતમાં ઘવાયેલા 40થી વધુ લોકોને તાત્કાલિક ધોરણે વાકાનેર અને રાજકોટ સિવિલમાં ખસેડવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાના પગલે જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે અકસ્માતો અટકાવવા માટે એસ.ટી. નિગમ દ્વારા દરેક બસની ચોક્કસ ગતિ મર્યાદા રાખી છે તેમ છતાં આવા અકસ્માતો સર્જાતાં એસ.ટી. નિગમ સામે પ્રશ્નાર્થ સર્જાયા છે.

અકસ્માતમાં ઘવાયેલા 40થી વધુ લોકોને તાત્કાલિક ધોરણે વાકાનેર અને રાજકોટ સિવિલમાં ખસેડવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાના પગલે જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.