Not Set/ જસદણમાં ભાજપ જીતેગાના નારા લાગ્યા,નાના-નાના ભૂલકાઓએ કર્યો પ્રચાર

જસદણ, જસદણનો જંગ હવે નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ચૂંટણીના પ્રચારમાં નેતા, કાર્યકરો નહીં પરંતુ નાના-નાના ભૂલકાઓ પ્રચારમાં જોડાયા છે. તમે જોઇ શકો છો કે નાના-નાના ભૂલકાઓ ભાજપના ખેસ, ભાજપના ઝંડા તેમજ ટોપી પહેરની ભાજપ જીતેગાના નારા લગાવી રહ્યા છે. જસદણ પેટાચૂંટણીનો રાજકીય પક્ષો અને મતદારોને […]

Top Stories Gujarat Others
mantavya 160 જસદણમાં ભાજપ જીતેગાના નારા લાગ્યા,નાના-નાના ભૂલકાઓએ કર્યો પ્રચાર

જસદણ,

જસદણનો જંગ હવે નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ચૂંટણીના પ્રચારમાં નેતા, કાર્યકરો નહીં પરંતુ નાના-નાના ભૂલકાઓ પ્રચારમાં જોડાયા છે.

mantavya 161 જસદણમાં ભાજપ જીતેગાના નારા લાગ્યા,નાના-નાના ભૂલકાઓએ કર્યો પ્રચાર

તમે જોઇ શકો છો કે નાના-નાના ભૂલકાઓ ભાજપના ખેસ, ભાજપના ઝંડા તેમજ ટોપી પહેરની ભાજપ જીતેગાના નારા લગાવી રહ્યા છે. જસદણ પેટાચૂંટણીનો રાજકીય પક્ષો અને મતદારોને ઉત્સાહ હોય તે સ્વભાવિક છે.

પરંતુ આ ચૂંટણીના રંગે બાળકો પણ રંગાયા છે, જસદણમાં બાળકો પોતાના રમકડાંસાથે પ્રચાર કરતા નજરે પડ્યા હતા. પ્રચાર દરમિયાન જીતેગા ભાઇ જીતેગા ભાજપ જીતેગાના નારા પણ બોલાવ્યા હતા.

mantavya 162 જસદણમાં ભાજપ જીતેગાના નારા લાગ્યા,નાના-નાના ભૂલકાઓએ કર્યો પ્રચાર

કોંગ્રેસ અને ભાજપ બંન્ને એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે.

હાલ તો જસદણની પેટાચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપ બંન્ને એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે જો છેલ્લી બે ચૂંટણીનાં પરિણામની વાત કરીએ તો માત્ર 5થી 6 ટકા મતોનાં માર્જીનથી જ હાર જીત થઇ છે.

વાત કરીએ 2017ની ચૂંટણીની તો કોંગ્રેસનાં ઉમેદવાર કુંવરજી બાવળીયા 5.52 ટકા એટલે 9,277 મતોથી જ જીત થઈ હતી. તે પહેલા 2012માં ભાજપના ઉમેદવારને 40.88 ટકા મતો મળ્યા અને 47.48 ટકા મતો મેળવીને કોંગી ઉમેદવારનો વિજય થયો હતો. એટલે કે જીતનારને 6.6 ટકા મતો વધુ મળ્યા હતા.

mantavya 163 જસદણમાં ભાજપ જીતેગાના નારા લાગ્યા,નાના-નાના ભૂલકાઓએ કર્યો પ્રચાર

નોંધનીય છે કે વર્ષ 1967 માં સ્વ. પાર્ટી શિવકુમાર ખાચર માત્ર 67 મતોનાં માર્જીનથી જીત્યા હતાં. તેમની સામે કોંગ્રેસનાં પ્રભાતગીરી ગોસાઇ લડી રહ્યાં હતાં. જ્યારે વર્ષ 2007માં કોંગી ઉમેદવારને કુંવરજી બાવળિયા 25000થી વધુ મતોથી જીત્યા હતાં. તેમની સામે ભાજપનાં પોપટભાઇ રાજપરા હતાં. નોંધનીય છે કે કુંવરજી બાવળિયા અત્યાર સુધી કોંગ્રેસમાંથી પાંચ ચૂંટણી જીતી ગયા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે ભાજપને આ પૂર્વે કોંગ્રેસનાં કોળી નેતા ફળે છે કે નહીં.