Not Set/ 13 વર્ષની છોકરીને ‘ગુલાબી ‘ કહેતા મોલમાં એવી મચી બબાલ કે થઈ ગયો સન્નાટો

રાજકોટ ખાતે આવેલ ક્રિસ્ટલ મોલમાં  પરિવાર સાથે ફિલ્મ જોવા આવેલી કિશોરીની કેટલાક અજાણ્યા શખ્સો છેડતી કરી હતી. આ જોઈ પરિવારે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. જેથી શખ્સો સાથે 20 જણાના ટોળાંએ કિશોરીના માતા-પિતા અને ભાઈને ઢોર માર માર્યો હતો. કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલમાં રાતે આઠથી દસના શોમાં ફિલ્મ જોવા ગયેલા સામા કાંઠાના આહિર પરિવારજનોની […]

Gujarat Rajkot
maya 47 13 વર્ષની છોકરીને 'ગુલાબી ' કહેતા મોલમાં એવી મચી બબાલ કે થઈ ગયો સન્નાટો

રાજકોટ ખાતે આવેલ ક્રિસ્ટલ મોલમાં  પરિવાર સાથે ફિલ્મ જોવા આવેલી કિશોરીની કેટલાક અજાણ્યા શખ્સો છેડતી કરી હતી. આ જોઈ પરિવારે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. જેથી શખ્સો સાથે 20 જણાના ટોળાંએ કિશોરીના માતા-પિતા અને ભાઈને ઢોર માર માર્યો હતો.

કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલમાં રાતે આઠથી દસના શોમાં ફિલ્મ જોવા ગયેલા સામા કાંઠાના આહિર પરિવારજનોની ૧૨ વર્ષની કિશોરી તરફ જોઈને બે શખ્સોએ ખરાબ કમેન્ટ કરી હતી.છોકરીના પિતાના કહેવા પ્રમાણે બે છોકરાઓએ તેમની બાર વર્ષની દિકરીએ પહેરેલા કપડા જોઇ ‘ગુલાબી’ એવો શબ્દ બોલી અભદ્ર કોમેન્ટ આ યુવકોએ કરી હતી.

અભદ્ર શબ્દ બોલતાં બાળાના પિતાએ બંનેને સમજાવી ઠપકો આપ્યો હતો.એ પછી કિશોરીના  પિતાને એક શખ્સે બહાર બોલાવી માથાકૂટ શરૂ કરી હતી એ પછી સાત-આઠ શખ્સોએ મળી હુમલો કરતાં અને વચ્ચે પડેલા તેના પુત્ર, પત્નિ સહિતના પરિવારજનો સાથે પણ ઝપાઝપી કરતા ભારે ધમાલ મચી ગઇ હતી.

ઘટનાથી ક્રિસ્ટલ મોલ અને હોસ્ટેલ પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ બનાવથી લોકોમાં ભયનો માહોલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.