Not Set/ ભક્તિની ચરમસીમા, માથે સળગતો ગરબો અને હાથમાં મશાલ લઇને ગરબા રમતી યુવતીઓ

રાજકોટ, નવરાત્રી એટલે આદ્યશક્તિમાં અંબાની આરાધનાનો તહેવાર નવરાત્રિ એટલેમાં શક્તિ ની ભક્તિ પૂજા અર્ચના અને ઉપાસનાનો પર્વ અત્યારે જગદંબાનાં પવિત્ર નવરાત્રિ ચાલી રહી છે. ત્યારે ઠેરઠેર શેરીઓમાં રાસ ગરબા તેમજ દાંડીયા રાસની ચો તરફ રમઝટ બોલી રહી છે, ત્યારે ધોરાજીમાં સતત ૪૦ વર્ષ થીમાં નવદુર્ગા ગરબી મંડળ વોંકળા કાંઠા વિસ્તારમાં બાળાઓ દ્વારા ગરબી ચાલી રહી […]

Top Stories Rajkot Gujarat
mantavyanews 9 ભક્તિની ચરમસીમા, માથે સળગતો ગરબો અને હાથમાં મશાલ લઇને ગરબા રમતી યુવતીઓ

રાજકોટ,

નવરાત્રી એટલે આદ્યશક્તિમાં અંબાની આરાધનાનો તહેવાર નવરાત્રિ એટલેમાં શક્તિ ની ભક્તિ પૂજા અર્ચના અને ઉપાસનાનો પર્વ અત્યારે જગદંબાનાં પવિત્ર નવરાત્રિ ચાલી રહી છે.mantavyanews 7 ભક્તિની ચરમસીમા, માથે સળગતો ગરબો અને હાથમાં મશાલ લઇને ગરબા રમતી યુવતીઓ

ત્યારે ઠેરઠેર શેરીઓમાં રાસ ગરબા તેમજ દાંડીયા રાસની ચો તરફ રમઝટ બોલી રહી છે, ત્યારે ધોરાજીમાં સતત ૪૦ વર્ષ થીમાં નવદુર્ગા ગરબી મંડળ વોંકળા કાંઠા વિસ્તારમાં બાળાઓ દ્વારા ગરબી ચાલી રહી છે.

mantavyanews 8 ભક્તિની ચરમસીમા, માથે સળગતો ગરબો અને હાથમાં મશાલ લઇને ગરબા રમતી યુવતીઓ

જેમાં અવનવા રાસ ગરબા તો બાળાઓ રમે જ છે પણ આ ગરબી માં ઝલતા ગરબાઓ ગરબા રમે છે બાળાઓ આ ઝલતા ગરબા નાની કુમારિકાઓ પોતાના મસ્તક પર ઝલતો એટલે કે સળગતો ગરબો અને બન્ને હાથમાં સળગતી મશાલ લઇને સંપૂર્ણ રાસ ગરબા રમે છે.

mantavyanews 6 ભક્તિની ચરમસીમા, માથે સળગતો ગરબો અને હાથમાં મશાલ લઇને ગરબા રમતી યુવતીઓ

અપલક દ્રષ્ટિથી સતત નિહાળતાં જ રહીએ એવાં દ્રષ્યો ખડાં થઈ જાય છે ખરેખર આ ઝલતા ગરબા અદ્ભુત રાસ છે. જેમાં બાળાઓ મસ્તક પર સળગતો ગરબો લઇને રમે છે ત્યારે સાક્ષાતમાં આદ્યશક્તિ અંબે માતા પૃથ્વી પર રમવા નિસર્યા હોય એવું અદ્ભુત દ્રશ્ય સર્જાય છે.

mantavyanews 10 ભક્તિની ચરમસીમા, માથે સળગતો ગરબો અને હાથમાં મશાલ લઇને ગરબા રમતી યુવતીઓ

ડિસ્કો દાંડીયા તેમજ પાર્ટી પ્લોટનાં ગરબાનો અત્યારે યુગ છે ત્યારે ધોરાજી માં નવદુરગા ગરબી મંડળ દ્વારા આ ઝલતા ગરબા અદ્ભુત છે અને આ ઝલતા ગરબા આકર્ષણ નું કેન્દ્ર બની ગયું છે અને લોકો નિહાળવા માટે દુર દુરથી આવતા હોય છે.