Not Set/ રાજકોટ નશાના ભરડામાં : ઝડપાયું 44 લાખનું હેરોઇન

રંગીલુ રાજકોટ હવે નશાના ભરડામાં આવી ગયું છે, દારુ પછી હવે ગાંજો અને ચરસ મોટા પ્રમાણમા પકડાય છે. ગઇકાલે 3 કિલો ગાંજો ઝડપાયા બાદ આજે ગોંડલ રોડ હાઇવે પરથી 44 લાખની કિંમતનો 439.870 ગ્રામ હેરોઇનના જથ્થા સાથે બે શખ્સોએ એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડ્યા હતા. બન્નેને ઝડપી લઇ હાલ પોલીસ વધુ વિગતો મેળવી રહી છે. રાજકોટ એસ.ઓ.જી પોલીસને […]

Top Stories Rajkot Gujarat
untitled 1542431360 રાજકોટ નશાના ભરડામાં : ઝડપાયું 44 લાખનું હેરોઇન

રંગીલુ રાજકોટ હવે નશાના ભરડામાં આવી ગયું છે, દારુ પછી હવે ગાંજો અને ચરસ મોટા પ્રમાણમા પકડાય છે. ગઇકાલે 3 કિલો ગાંજો ઝડપાયા બાદ આજે ગોંડલ રોડ હાઇવે પરથી 44 લાખની કિંમતનો 439.870 ગ્રામ હેરોઇનના જથ્થા સાથે બે શખ્સોએ એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડ્યા હતા. બન્નેને ઝડપી લઇ હાલ પોલીસ વધુ વિગતો મેળવી રહી છે.

રાજકોટ એસ.ઓ.જી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગોંડલ રોડ પર આવેલી પીપળીયા ગામની સીમ હજરત ગેબનશા બાવાજીની દરગાહની બાજુમાં માદક પદાર્થનું વેચાણ થઇ રહ્યું છે.

1 1542431362 e1542436074688 રાજકોટ નશાના ભરડામાં : ઝડપાયું 44 લાખનું હેરોઇન

પોલીસે વોચ ગોઠવી મહેશ કરશન ભોજવીયા અને ઇમ્તીયાઝ અબ્દુલ દોઢીયાને ઝડપી પાડ્યાં હતા. તેની પાસેથી 439.870 ગ્રામ હેરોઇન ઝડપાયો હતો, તેની આંતરાષ્ટ્રીય કિંમત અંદાજે 44 લાખ જેવી થાય છે.

આ બન્ને ઇસમો ક્યાંથી ગાંજો ખરીદતા, કોને વેચતા, કેટલા સમયથી વેચતા વગેરે માહિતીની પૂછપરછ કરી રહ્યાં છે. આ મુદ્દે આજે બપોરના સમયે જિલ્લા પોલીસ વડા પ્રેસ કોન્ફરન્સ કરી વધુ વિગતો આપશે.