Not Set/ રાજકોટ : ધોરણ-10 પાસ બોગસ ડોક્ટરની પોલીસે ધરપકડ કરી

રાજકોટ શહેરમાં 10 ધોરણ સુધી ભણેલા નકલી ડોક્ટરને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી ગ્રીનલેન્ડ ચોકડી પાસે 52 વર્ષીય રવજી વઘાસીયા નામનો શખ્સ શિવનગરમાં ક્લિનિક ખોલી દર્દીઓને દવા આપતો હતો. નકલી ડોક્ટરને પોલીસે ઝડપી દવા સહિતની ચીજવસ્તુઓ કબ્જે કરી હતી. રવજી વઘાસીયા અગાઉ કમ્પાઉન્ડર હતો અને દવા અને ઇન્જેક્શન આપવાનો અનુભવ ધરવાતો હતો. જેને […]

Top Stories Rajkot Gujarat
untitled 1544511636 રાજકોટ : ધોરણ-10 પાસ બોગસ ડોક્ટરની પોલીસે ધરપકડ કરી

રાજકોટ શહેરમાં 10 ધોરણ સુધી ભણેલા નકલી ડોક્ટરને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી ગ્રીનલેન્ડ ચોકડી પાસે 52 વર્ષીય રવજી વઘાસીયા નામનો શખ્સ શિવનગરમાં ક્લિનિક ખોલી દર્દીઓને દવા આપતો હતો. નકલી ડોક્ટરને પોલીસે ઝડપી દવા સહિતની ચીજવસ્તુઓ કબ્જે કરી હતી.

રવજી વઘાસીયા અગાઉ કમ્પાઉન્ડર હતો અને દવા અને ઇન્જેક્શન આપવાનો અનુભવ ધરવાતો હતો. જેને લઇ ત્રણેક મહિનાથી પોતાનું જ દવાખાનું ખોલી નાખ્યું હતું.

પોલીસે આકરી પૂછપરછ કરતા નકલી ડોક્ટર પડી ભાગ્યો હતો અને પોતે માત્ર 10 સુધી જ ભણેલો છે તેવી કબૂલાત આપી હતી. પોતે પોતાની ઓળખ ડો.પટેલ સાહેબની નામથી આપતો હતો.

પોલીસે એલોપેથી દવાનો જથ્થો, ઇજેક્શન સાથે ઝડપી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે