Not Set/ પોલીસે દરોડા પાડી 15 લાખની ટાઇટનની ડુપ્લીકેટ ઘડિયાળ ઝડપી

રાજકોટ, રાજકોટમાં આજી વસાહત વિસ્તારમાં ટાઇટનની ડુપ્લીકેટ ઘડિયાળ ઝડપાઇ છે. ફાઈવસ્ટાર ઇન્ડસ્ટ્રીઝમાં પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી 50 ડુપ્લીકેટ ઘડિયાળ, ૩૩૦૦ ઘડિયાળના કેસીસ અને ઘડિયાળ બનાવવાની ડાય મળી આવી હતી. આરોપી ચંદુ પટેલ કે જેમની પાસે ટાઈટન કંપનીની ઘડિયાળ બનાવવાનો અગાઉ કોન્ટ્રાકટ હતો. જે હાલમાં પૂર્ણ થઇ ગયો હોવા છતાં […]

Top Stories
rajkot watch. પોલીસે દરોડા પાડી 15 લાખની ટાઇટનની ડુપ્લીકેટ ઘડિયાળ ઝડપી

રાજકોટ,

રાજકોટમાં આજી વસાહત વિસ્તારમાં ટાઇટનની ડુપ્લીકેટ ઘડિયાળ ઝડપાઇ છે. ફાઈવસ્ટાર ઇન્ડસ્ટ્રીઝમાં પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી 50 ડુપ્લીકેટ ઘડિયાળ, ૩૩૦૦ ઘડિયાળના કેસીસ અને ઘડિયાળ બનાવવાની ડાય મળી આવી હતી.

આરોપી ચંદુ પટેલ કે જેમની પાસે ટાઈટન કંપનીની ઘડિયાળ બનાવવાનો અગાઉ કોન્ટ્રાકટ હતો. જે હાલમાં પૂર્ણ થઇ ગયો હોવા છતાં પણ ગેરકાયદેસર રીતે ડુપ્લીકેટ ઘડિયાળ બનાવતા હતા અને બજારમાં કંપનીની કિંમત પ્રમાણે વેચાણ કરતા હતા.

પોલીસે દરોડા પાડી કુલ 15 લાખ 61 હજારનો મુદ્દામાલ કબજે કરીને આરોપી વિરુદ્ધ ધ કોપી રાઈટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.