Not Set/ કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આવતીકાલથી સહાય ચૂકવવાનું શરૂ કરવામાં આવશે

કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને સહાય ચૂકવવાનું આવતીકાલથી શરૂ કરવામાં આવશે.કૃષિમંત્રી આર સી ફળદુએ મીડિયાને જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી જે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે તેવા ખેડૂતોને આવતીકાલથી સહાય ચૂકવવાનું શરૂ કરવામાં આવશે. ખેડૂતોને અરજી માટે 1 માસનો સમય અપાયો હતો. જેમાં 24 લાખ ઉપરાંત ખાતેદારોએ અરજી કરી છે. પાક વિમાનું […]

Top Stories Gujarat Others
mahiaa 15 કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આવતીકાલથી સહાય ચૂકવવાનું શરૂ કરવામાં આવશે

કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને સહાય ચૂકવવાનું આવતીકાલથી શરૂ કરવામાં આવશે.કૃષિમંત્રી આર સી ફળદુએ મીડિયાને જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી જે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે તેવા ખેડૂતોને આવતીકાલથી સહાય ચૂકવવાનું શરૂ કરવામાં આવશે.

ખેડૂતોને અરજી માટે 1 માસનો સમય અપાયો હતો. જેમાં 24 લાખ ઉપરાંત ખાતેદારોએ અરજી કરી છે. પાક વિમાનું વળતર આપવાનો કાર્યક્રમ રાજ્યના 8 ભાગોમાં કરવામાં આવશે.

આર સી ફળદુએ જણાવ્યું હતું કે ખેડૂતોને રાહતના નાણા તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મંત્રીઓની ઉપસ્થિતિમાં રકમ ચુકવણીનો કાર્યક્રમ થવાનો છે.

તેમણે જણાવ્યુ હતું કે, વડોદરામાં આવતીકાલે CMની આગેવાનીમાં ખેડૂતોને સહાય ચૂકવાશે. તેવી રીતે મહેસાણામાં ડે. સીએમ નીતિન પટેલની હાજરીમાં ખેડૂતોને નાણાં ચુકવવાનો કાર્યક્રમ શરૂ થશે.

આર સી ફળદુએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટના તરઘડીયામાં લાભાર્થી ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થશે. મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની ઉપસ્થિતિમાં ખેડૂતોને સહાયના ચેક પણ અર્પણ કરવામાં આવશે. ખેડૂતોને નુકસાની હશે તેમાં સરકાર મદદ કરશે. જે ખેડૂતોએ નુકસાન બાબતે અરજી નથી કરી તેમની પાસે હજુ અરજી કરવાની તક છે.

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સંદર્ભે રાજકોટ, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને દ્વારકા જિલ્લાના 1 લાખ ખેડૂતોએ સહાય અંગે અરજી કરી હતી. સરકારે નાના ખેડૂતો માટે હેક્ટર દીઠ 6 હજાર અને 4હજારની સહાય જાહેર કરી છે. આ અરજી કરનાર ખેડૂતોને દાવા અંગેના પ્રમાણપત્ર આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન