Not Set/ ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં બે દિવસમાં 12 જીંદગીઓ હોમાય, 11 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ગુજરાતના રસ્તા પર મોત મંડરાય રહ્યું હોય તેમ, કાલે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અને સુરેન્દ્રનાગર જીલ્લામાં બે જુદાંજુદાં આકસ્માતોમાં 4નાં મોત થયા હતા. તો 7 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. મોતનું તાંડવ આજે પણ ચાલું હોય તેમ આજે ફરી બે અકસ્માતની ઘટનાં સામે આવી છે, જેમાં 8 લોકોનાં મોત નિપજ્યા છે. તો 2 લોકોની હાલત […]

Top Stories Gujarat
abad mum accident ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં બે દિવસમાં 12 જીંદગીઓ હોમાય, 11 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ગુજરાતના રસ્તા પર મોત મંડરાય રહ્યું હોય તેમ, કાલે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અને સુરેન્દ્રનાગર જીલ્લામાં બે જુદાંજુદાં આકસ્માતોમાં 4નાં મોત થયા હતા. તો 7 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. મોતનું તાંડવ આજે પણ ચાલું હોય તેમ આજે ફરી બે અકસ્માતની ઘટનાં સામે આવી છે, જેમાં 8 લોકોનાં મોત નિપજ્યા છે. તો 2 લોકોની હાલત અત્યંત નાજુક હોવાનાં સમાચારો મળી રહ્યા છે.

abad mum accident2 ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં બે દિવસમાં 12 જીંદગીઓ હોમાય, 11 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

આજે 6 લોકોનો કોળીયો કરી ગયેલા અને 2 લોકોને મરણ પથારી પર પહોંચાડી દીધા તે આકસ્માતની વાત કરવામાં આવે તો, મુંબઇમાં વસવાટ કરતાં મુળ ગુજરાતી પરીવારોને પોતાનાં માદરે વતન ગુજરાત આવવું વજ્રઘાત સમાન સાબિત થયું. મહારાષ્ટ્રનાં આંબોલી નજીક જલ્દી જલ્દી હાઇવે ક્રોસ કરી લેવાની લાહ્યમાં બાઇક ચાલક અચાનક રસ્તા પર આવી જતા બાઇક ચાલકને બચાવવાની કોશિશમાં અકસ્માત સર્જાયો હતો. બાઇક અને બે કાર વચ્ચે સર્જાયેલા આકસ્માતમાં બાઇક ચાલક સહિત મુંબઈનાં કાંદિવલી, પનવેલ અને મોખડાનાં વતની ગુજરાતી પરીવાર 6 લોકોનાં મોત અને 2 લોકોની હાલત ગંભીર છે. હાઇવે પર મૃતદેહનાં જાણે ઢગ લાગી ગયા હોય તેમ એક સાથે છ-છ જીવન સમેટાઇ જતા અરેરાટી વ્યાપી ગઇ હતી. જો કે સ્થાની કોની મદદથી એમ્બ્યુલ્સને ઘટના સ્થળે બોલાવી ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

banashaccident3 1 ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં બે દિવસમાં 12 જીંદગીઓ હોમાય, 11 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

બીજા બનાવની વાત કરવામાં આવે તો બનાસકાંઠાનાં ડીસા – ભીલડી હાઇવે બે ટ્રેલર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત  સર્જાયો હતો. તો અકસ્માત બાદ ટ્રેલરમાં આગ પણ લાગી હતી. ધડાકા ભેર એકમેકમાં જાણે સમાય ગયા હોત તેમ બનેં ટ્રેલર ટ્રકને છુટા પાડવા માટે ડીસાથી બે ફાયર ફાઇટર ઘટના સ્થળે બોલાવવાની ફરજ પડી હતી. અકસ્માતમાં એક ડ્રાઇવર અને એક ક્લિનરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.  અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

ત્યારે કહી શકાય કે માર્ગ અકસ્માતમાં બે દિવસમાં 12 જીંદગીઓ હોમાય જતા અને  11 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા, ગુજરાતના રસ્તા પર મોત મંડરાય રહ્યું છે.