Not Set/ અમિત જેઠવા હત્યા કેસ : ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકી સહિત 7ને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

જુનાગઢના આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવાની ચકચારી હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દીનું બોધા સોલંકી તેમજ તેના ભત્રીજા શિવા સોલંકી સહિત સાત આરોપીને સીબીઆઈ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. આજે સીબીઆઈ કોર્ટ દોષીતોને સજાનું એલાન કર્યું છે.અમિત જેઠવા હત્યા કેસમાં પૂર્વ સાંસદ દીનુ સોલંકી સહિત સાત આરોપીને આજીવન કેદની સજા. કુલ રૂપિયા 60 લાખનો દંડ ફટ કારતી […]

Top Stories Ahmedabad Gujarat Videos
jhcASC 1 અમિત જેઠવા હત્યા કેસ : ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકી સહિત 7ને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

જુનાગઢના આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવાની ચકચારી હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દીનું બોધા સોલંકી તેમજ તેના ભત્રીજા શિવા સોલંકી સહિત સાત આરોપીને સીબીઆઈ કોર્ટે દોષિત ઠેરવ્યા છે.

આજે સીબીઆઈ કોર્ટ દોષીતોને સજાનું એલાન કર્યું છે.અમિત જેઠવા હત્યા કેસમાં પૂર્વ સાંસદ દીનુ સોલંકી સહિત સાત આરોપીને આજીવન કેદની સજા. કુલ રૂપિયા 60 લાખનો દંડ ફટ કારતી કોર્ટ અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત 7 આરોપીને સીબીઆઈ જજ કે. એમ. દવેએ હત્યા અને ગુનાઇત કાવતરા હેઠળ દોષિત ઠરાવ્યા છે. ત્યારે આજે સાતેય આરોપીઓને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના જજે આજીવન કેદની સજા ફટકારી હતી.

સીબીઆઈના વકીલે કોર્ટમાં દોષિતોને આજીવન કેદ અને સખતમાં સખત સજા કરવા રજૂઆત કરી હતી.જ્યારે બચાવ પક્ષના વકીલે પૂર્વ સાંસદ દીનુ બોઘાની વધુ ઉંમર થઈ ગઈ હોવાથી ઓછી સજા કરવાની માંગ કરી હતી

અમિત જેઠવા હત્યા કેસમાં ક્યાં આરોપીને કેટલી સજા સીબીઆઈ કોર્ટે ફટકારી તમામને આજીવન  કેદની સજા ફટકારી…

શૈલેષ પંડ્યા :- આર્મ્સ એક્ટમાં આજીવન સજા 10 લાખનો દંડ

ઉદાજી ઠાકોર:-. 25,000નો દંડ

શિવા પચાણ :- 08 લાખનો દંડ 302, 120-B માં સજા

શિવા સોલંકી :- 15 લાખ

બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ) :- 302, 120-B અને 10 લાખનો દંડ

સંજય ચૌહાણ :- 01 લાખનો દંડ

દિનુ બોઘા સોલંકી :-15 લાખ દંડ

આ પહેલા અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હત્યાકેસની તપાસ હાથ ધરવામાં આવી હતી.જેણે ભાજપના નેતા દિનુ સોલંકીને ક્લિનચીટ આપી હતી અને તેમના ભત્રીજા શિવા સોલંકી સહિત પાંચ અન્ય સામે આરોપનામું દાખલ કર્યું હતું.

સોલંકીને ક્લિનચીટ સામે અમિત જેઠવા પિતા ભીખાભાઈએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.ઉચ્ચ અદાલતે આ કેસમાં સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમિત જેઠવા મર્ડર કેસમાં સીબીઆઈ તપાસ હાથ ધરવામાં આવી હતી.વર્ષ 2013માં સીબીઆઈએ દિલ્હીમાંથી સોલંકીની ધરપકડ કરી હતી. સીબીઆઈ કોર્ટના સ્પેશિયલ જજ કે. એમ. દવેએ આરોપી શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ સહિત સાતને દોષિત ઠેરવ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન