Not Set/ ૭૦૦ વકીલો ઉતાર્યા બે દિવસની હડતાલ પર, ૧૫૦૦થી વધુ વકીલો ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં

સાબરકાંઠા, સાબરકાંઠાના બાર એશોસીએશન હીમતનગરના વકીલો ન્યાય મેળવવા માટે બે દિવસની હડતાલ પર ઉતાર્યા છે. બાર એશોસીએશન હીમતનગરના ૭૦૦ જેટલા વકીલો ૧૬ મુદ્દાની માગણીને લઈ હડતાલ પર ઉતાર્યા છે. પક્ષકારો તેમજ વકીલોને પડતી મુશ્કેલી અંગે વારંવાર બાર એશોસીએશન દ્વારા ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ સાહેબને રજૂઆતો કર્યા હતા. તેમ છતાં કોઈ નિરાકરણના આવતા ગત ૧૦ તારીખે […]

Top Stories Gujarat Others Trending
ss 6 ૭૦૦ વકીલો ઉતાર્યા બે દિવસની હડતાલ પર, ૧૫૦૦થી વધુ વકીલો ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં

સાબરકાંઠા,

સાબરકાંઠાના બાર એશોસીએશન હીમતનગરના વકીલો ન્યાય મેળવવા માટે બે દિવસની હડતાલ પર ઉતાર્યા છે. બાર એશોસીએશન હીમતનગરના ૭૦૦ જેટલા વકીલો ૧૬ મુદ્દાની માગણીને લઈ હડતાલ પર ઉતાર્યા છે.

પક્ષકારો તેમજ વકીલોને પડતી મુશ્કેલી અંગે વારંવાર બાર એશોસીએશન દ્વારા ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ સાહેબને રજૂઆતો કર્યા હતા. તેમ છતાં કોઈ નિરાકરણના આવતા ગત ૧૦ તારીખે મળેલી બેઠકમાં વકીલો અને પક્ષકારોને પડતી મુશ્કેલીઓનો ઠરાવ કરીને બે દિવસ હડતાલ કરવાનું નક્કી કરમાં આવ્યું હતું.

ss 7 ૭૦૦ વકીલો ઉતાર્યા બે દિવસની હડતાલ પર, ૧૫૦૦થી વધુ વકીલો ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં

આ બાબતે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તેમજ. ગુજરાત હાઇકોર્ટના સાબરકાંઠા જિલ્લા યુનિટ જજને પણ આ બાબતે લેખિત જાણ કરવામાં આવી છે અને આગામી સમયમાં વકીલો તેમજ પક્ષકારોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ નહીં આવે.તો જિલ્લાના ૧૫૦૦ થી વધુ વકીલો ઉગ્ર આંદોલન કરવાની તૈયારી દર્શાવી છે.