Not Set/ સરપંચ અને આચાર્યની પ્રશંસનીય પહેલ, આ શાળામાં વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવી છે બેન્ક

હિમતનગર, હિમતનગર-અંબાજી સ્ટેટ હાઈવે પર ઇડર તાલુકાનું દરામલી ગામ આવેલું છે. જે ગામ ભારતનું પ્રથમ સ્કીલ વિલેજ બન્યું હતું અને હાલ સ્માર્ટ વિલેજ બનવા જઈ રહ્યું છે ત્યારે ગામના સરપંચ અને પ્રાથમિક સ્કુલના આચાર્યએ બેન્કિગ સાથે બચતનો પ્રયોગ હાથ ધર્યો છે અને પ્રાથમિક શાળાના ધો ૧ થી ૮ ના વિધાર્થીઓ જે પોતાના પોકેટ ખર્ચમાં ઘરેથી […]

Top Stories
aasaa 2 સરપંચ અને આચાર્યની પ્રશંસનીય પહેલ, આ શાળામાં વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવી છે બેન્ક

હિમતનગર,

હિમતનગર-અંબાજી સ્ટેટ હાઈવે પર ઇડર તાલુકાનું દરામલી ગામ આવેલું છે. જે ગામ ભારતનું પ્રથમ સ્કીલ વિલેજ બન્યું હતું અને હાલ સ્માર્ટ વિલેજ બનવા જઈ રહ્યું છે ત્યારે ગામના સરપંચ અને પ્રાથમિક સ્કુલના આચાર્યએ બેન્કિગ સાથે બચતનો પ્રયોગ હાથ ધર્યો છે અને પ્રાથમિક શાળાના ધો ૧ થી ૮ ના વિધાર્થીઓ જે પોતાના પોકેટ ખર્ચમાં ઘરેથી મળેલા નાણા માંથી બચત થયેલ રકમ શાળામાં બનાવેલ બેંકમાં જમા કરાવે છે અને એ બેંક કે જે જેનું તમામસંચાલન શાળાના વિધાર્થીઓ જ કરે છે.

aasaa 4 સરપંચ અને આચાર્યની પ્રશંસનીય પહેલ, આ શાળામાં વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવી છે બેન્ક

આ બેંક એક અઠવાડિયામાં દર બુધવારે જ ખુલે છે જ્યાં શાળાના તમામ વિધાર્થીઓ શીસ્થ બંધ લાઈનમાં ઉભા રહીને જમા કરાવે છે પોતે બચત કરેલા પૈસા અને જે સંચાલન કરતા વિધાર્થીઓ પાસબુકમાં બચત રકમની એન્ટ્રી કરી હિસાબ રાખે છે. જે હિસાબ બેંક કાર્યવાહી પૂર્ણ થયા બાદ આપી દે છે. આચાર્યએ દેના બેંકમાં ખોલાવેલ ચિલ્ડ્રન બેંકમાં જમા કરાવી દે છે. આમ શાળાના વિધાર્થીઓ ખિસ્સા ખર્ચની રકમમાંથી બચત કરેલી રકમ જમા કરાવી બચત સાથે બેંક વ્યવહાર પણ શીખે છે.

aasaa 5 સરપંચ અને આચાર્યની પ્રશંસનીય પહેલ, આ શાળામાં વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવી છે બેન્ક

દરામલી પ્રાથમિક શાળાના આચાર્યને આવેલો વિચાર એ હાલ વિધાર્થીઓ માટે આશીર્વાદ બન્યો છે. રોજ બરોજ શાળામાં આવતા વિધાર્થીઓને ઘરેથી ખિસ્સા ખર્ચી માટે તેમના માતા-પિતા પૈસા આપતા હોય છે પરંતુ વિધાર્થીઓ તે રકમ ખર્ચ કરીને જે ચીજ વસ્તુઓ આરોગે છે તેનાથી તેમના શરીરને નુકશાન થતું હોય છે જેના સામે ખર્ચ માટેની આપેલી રકમ હોય અને તેમાંથી વિધાર્થીઓ બચત કરે તો તે રકમતેમના માટે મદદ રૂપ થશે તેથી જ આચાર્યએ આવેલ વિચારને બે વર્ષ પહેલા શાળામાં અમલમાં મુક્યો અને શાળાના વિધાર્થીઓ બેન્કિંગ વ્યવહાર શીખે સાથે બચત પણ થાય તે હેતુ થી શરુ કરી હતી.

aasaa 3 સરપંચ અને આચાર્યની પ્રશંસનીય પહેલ, આ શાળામાં વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવી છે બેન્ક

ચિલ્ડ્રન બેંક અને જેમાં શાળામાં ધો  ૧ થી ૮ માં અભ્યાસ કરતા ૧૮૨ વિધાર્થીઓની પાસબુક બનાવેલ છે અને તે પાસબુકમાં દર બુધવારે વિધાર્થીઓ સંચાલિત બેંકમાં વિધાર્થીઓ પોતાની અઠવાડિયાની બચત જમા કરાવે છે ત્યાર બાદ તે રકમ દેના બેંકમાં ચિલ્ડ્રન બેંકમાં જમા કરાવી દેવાય છે આમ હાલ સુધીમાં આ બેંકમાં લગભગ પોણા બે લાખ જમા થયા છે અને જે જમા રકમનો ઉપયોગ દર વર્ષે યોજાતા પ્રવાસ સહીતના વિવિધ કાર્યક્રમમાં વિધાર્થી માટે ખૂટતી રકમ તેને બચત કરેલ રકમ માંથી ઉપયોગ લેવાય છે અને જયારે આઠમું ધોરણ પૂર્ણ કર્યા પછી તે વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજાય છે અને જે રકમ તેમણે શાળામાં અભ્યાસ દરમિયાન બચત કરેલ હોય તે વ્યાજ સાથે તેમના માતાપિતાને આપી દેવામાં આવે છે.

આમ સ્કીલ વિલેજના આચાર્યએ પોતાનો વિચારને અમલ કરી બેન્કિંગ વ્યવહાર સાથે વિધાર્થીઓને બચત કરતા શીખવાડવાના પ્રયાસ કરી એક નવો ચીલો ચીતર્યો છે તો સાથે હવે આ બેંકને ઓન લાઈન કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે.