Not Set/ ગુજરાત / કમોસમી વરસાદ, અરબી સમુદ્રમાં વધુ એક  સીસ્ટમ સક્રિય

ક્યાર વાવાઝોડું ભલે ઓમાન તરફ ફંટાયું હોય પરંતુ તેની અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે. અરબી સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગત રાત્રીએ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં છુટા છવાયા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. દિવાળીના તહેવારમાં જ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. અમદાવાદ, […]

Top Stories Gujarat Others
કયાર ગુજરાત / કમોસમી વરસાદ, અરબી સમુદ્રમાં વધુ એક  સીસ્ટમ સક્રિય

ક્યાર વાવાઝોડું ભલે ઓમાન તરફ ફંટાયું હોય પરંતુ તેની અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે. અરબી સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગત રાત્રીએ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં છુટા છવાયા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. દિવાળીના તહેવારમાં જ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. અમદાવાદ, વડોદરા, રાજકોટ સહીત ના અનેક જીલ્લામાં વરસાદ જોવા મળ્યો હતો. વાવાઝોડાની સૌથી વધુ અસર  સૌરાષ્ટ્રમાં અને દરિયા કાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી.  જેમાં રાજકોટ ખાતે દોઢ ઇંધ જેટલો વરસાદ નોધાયો હતો.

rain ગુજરાત / કમોસમી વરસાદ, અરબી સમુદ્રમાં વધુ એક  સીસ્ટમ સક્રિય

રાજ્યના 46 તાલુકાઓમાં વરસાદી મહોલા જોવા મળ્યો હતો. નર્મદાના નાંદોદમાં અઢી ઇંચ વરસાદ નોધાયો હતો. ટંકારામાં બે ઇંચ, ગરૂડેશ્વર અને જલાલપોરમાં દોઢ ઇંચ, જેતપુર અને વાંકાનેરમાં પોણા બે ઇંચ વરસાદ, તો અન્ય 20 તાલુકાઓમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.

આણંદ

આણંદના તારાપુરમાં વરસાદથી વિજળી ગુલ થી ગઈ હતી. તો બામણગામ,ચાગંડા, સીંજીવાડા વિસ્તારમાં પણ વરસાદ ને કરને લાઈટો જતી રહી હતી. MGVCL વિજ કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે. તહેવારોમાં વિજળી ગુલ થવાથી જનતાને હેરાનગતિ ભોગવવા નો વારો આવ્યો હતો.

પાટણ

પાટણમાં કારતક માસમાં કમોસમી માવઠું જોવા મળ્યું હતું. સિદ્ધપુરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. હારીજ, સમી ચાણસ્મામાં ખાતે પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે. શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

અમદાવાદ

અમદાવાદમાં પણ  “કયાર” વાવાઝોડાની અસર જોવા મળી હતી. કારતકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં મોદી રાત્રે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. એસ.જી.હાઈવે, પ્રહલાદનગરમાં, નારોલ, વટવા અને વસ્ત્રાલમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. મોડાસા, ટીંટોઇ, શામળાજી સહીત જિલ્લા ભારે વરસાદ જોવા પડ્યો હતો. રાત્રી દરમિયાન ગાજવીજ સાથે વરસાદથી કપાસ, મગફળીના પાકને ભારે નુકશાન  થયું છે. કમોસમી વરસાદથી ખેડૂત ફરી મુશ્કેલીમાં મુકાયા છે.  બાયડ અને મોડાસામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે તો, ધનસુરામાં 1 અને માલપુર, મેઘરજમાં અડધો ઇંચ વરસાદ નોધાયો હતો.

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે માઝુમ અને વાત્રક ડેમ ફરી છલકાયા છે. માઝુમ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો. માઝુમ ડેમમાંથી 500 ક્યુસેક પાણી છોડાયું હતું.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર વરસાદથી રણમાં પર્યટકો ફસાઈ ગયા હતા. પાટડી તાલુકાના ઝીંઝુવાડા રણમાં ભારે વરસાદ વરસ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા 7 ટ્રેક્ટરની મદદથી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અંદાજે 150 થી વધુ પર્યટકો વરછરાજ બેટ ખાતે દર્શન કરવા ગયા હતા અને વરસાદ આવતા ફસાઈ ગયા હતા.

જૂનાગઢ

જુનાગઢમાં પણ ગતરાત્રીએ ભારે કમોસમી વરસાદ જોવા મળ્યો છે. વરસાદને કારણે કૃષિ પાકને ભારે નુકશાન થયું છે. ધોધમાર વરસાદ થતા ખેતીના પાકને નુકશાન થયું છે. વાતાવરણમાં બદલાવ આવતા ખેડૂતો ચિંતામાં મૂકી ગયા છે. હજારો એકર જમીનમાં કપાસ, જુવારના પાકને નુકશાન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.