Not Set/ રાજ્યમાં હવે 24 કલાક ખુલ્લી રહી શકશે દુકાનો, સરકારે પસાર કર્યું બિલ

ગાંધીનગર, ગુજરાતમાં હવેથી નાની મોટી દુકાનો 24 કલાક સુધી ચાલુ રહી શકશે.ગુજરાત વિધાનસભમાં ગુમાસ્તા ધારા ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ 2019 બિલને પસાર કરવામાં આવ્યું હતું.આ બિલ પ્રમાણે રાજ્યમાં હવે દુકાનના માલિકો સમગ્ર વર્ષ દરમિયાન 24 કલાક સુધી તેમની દુકાન ચાલુ રાખી શકશે. આ નવા બિલની જોગવાઇ પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં,નેશનલ હાઇવે પર, રેલ્વે સ્ટેશન, […]

Top Stories Gujarat Trending
0 13 રાજ્યમાં હવે 24 કલાક ખુલ્લી રહી શકશે દુકાનો, સરકારે પસાર કર્યું બિલ

ગાંધીનગર,

ગુજરાતમાં હવેથી નાની મોટી દુકાનો 24 કલાક સુધી ચાલુ રહી શકશે.ગુજરાત વિધાનસભમાં ગુમાસ્તા ધારા ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ 2019 બિલને પસાર કરવામાં આવ્યું હતું.આ બિલ પ્રમાણે રાજ્યમાં હવે દુકાનના માલિકો સમગ્ર વર્ષ દરમિયાન 24 કલાક સુધી તેમની દુકાન ચાલુ રાખી શકશે.

આ નવા બિલની જોગવાઇ પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં,નેશનલ હાઇવે પર, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, હોસ્પિટલો, પેટ્રોલ પંપોની આસપાસ આવેલી દુકાનોનો 24 કલાક ચાલુ રાખવાની છુટ આપવામાં આવી છે.

સ્ટેટ હાઇવે પર આવેલી શોપ્સને સવારે 6થી રાતે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજુરી આપવામાં આવી છે.,જ્યારે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી દુકાનોને સવારે 6થી 11 સુધી ખુલ્લી રાખી શકાશે.

નવા બિલ પ્રમાણે દુકાનોમાં કામ કરતાં કર્મચારીઓને અઠવાડિયામાં એક રજા મળશે.એ સિવાય કર્મચારીઓની ઓવર ટાઇમ લિમિટના કલાકોમાં વધારો કરવામાં આવ્યો છે.એ પ્રમાણે 3 મહિનાના 36 કલાકને બદલે આ હવે આ લિમિટ 125 કલાકની કરાઇ છે.

શોપ્સમાં કામ કરતી મહિલાઓ માટેના કામના કલાકો પણ વધારવામાં આવ્યા છે.તે પ્રમાણે હવે મહિલાઓ સવારે 6થી લઇને 9 સુધી કામ કરી શકશે