Not Set/ મોંઘવારી મારશે/ સિંગતેલનો ડબ્બો 2000 રૂપિયા સુધી પહોંચ્યો, કપાસિયા તેલ રેકોર્ડબ્રેક સપાટીએ

અમદાવાદ, ડુંગળી,લસણ,દૂધ,પેટ્રોલ કે ગેસના સિલિન્ડરના ભાવો બાદ હવે ખાદ્ય તેલના ભાવોમાં પણ આગ ઝરતો વધારો જોવા મળે છે. સિંગતેલ, કપાસિયા અને પામતેલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.કપાસિયા તેમજ પામતેલની કિંમત ઐતિહાસીક સપાટી પર પહોંચી છે. કપાસિયા તેલ ડબ્બો પહેલી વખત રૂા.1600ની અને પામતેલ રૂા.1490ની સપાટી પર પહોંચ્યો છે.સિંગતેલમાં નિકાસ માગના જોરે ઝડપી તેજી […]

Gujarat Rajkot
aaaaaaaamaya 2 મોંઘવારી મારશે/ સિંગતેલનો ડબ્બો 2000 રૂપિયા સુધી પહોંચ્યો, કપાસિયા તેલ રેકોર્ડબ્રેક સપાટીએ

અમદાવાદ,

ડુંગળી,લસણ,દૂધ,પેટ્રોલ કે ગેસના સિલિન્ડરના ભાવો બાદ હવે ખાદ્ય તેલના ભાવોમાં પણ આગ ઝરતો વધારો જોવા મળે છે. સિંગતેલ, કપાસિયા અને પામતેલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.કપાસિયા તેમજ પામતેલની કિંમત ઐતિહાસીક સપાટી પર પહોંચી છે. કપાસિયા તેલ ડબ્બો પહેલી વખત રૂા.1600ની અને પામતેલ રૂા.1490ની સપાટી પર પહોંચ્યો છે.સિંગતેલમાં નિકાસ માગના જોરે ઝડપી તેજી છે.દેશના માર્કેટમાં સિંગતેલના  ડબ્બા દીઠ 10નો ઉછાળો આવવા સાથે વર્ષ 2060ની સપાટી કુદાવી ચૂક્યા છે.

રાજકોટમાં સિંગતેલ ડબાના ભાવ 1,930 થી 1,950 રૂપિયા થયા છે.  સિંગતેલના ભાવમાં ફરી એક વાર ભાવ વધતા હવે સીંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2,000ની નજીક પહોંચી ગયો છે.

સિંગતેલની તેજીનું મુખ્ય કારણ  દેશમાંથી સિંગતેલની નિકાસ ત્રણ ગણી વધી છે. ગુજરાતમાં 30-32 લાખ ટન મગફળીના ઉત્પાદનમાંથી સરેરાશ 4.5 થી 5 લાખ ટન સિંગતેલનું ઉત્પાદન થાય તેવો અંદાજ છે જે અગાઉના વર્ષે 3.75-4.0 લાખ ટન વચ્ચે સિંગતેલનું ઉત્પાદન હતું.

સિંગતેલની સાથે કપાસિયા તેલમાં પણ ભાવ વધારો યથવાત રહ્યો છે. કપાસના ઉત્પાદનમાં કાપ આવશે તેવી દહેશતના કારણે પણ તેના ભાવોમાં વધારો થઈ રહ્યો છે.જો કે હાલ ખાદ્યતેલોમાં ઘટાડાના સંકેતો જણાતા નથી.

ગુજરાતમાં નવેમ્બર મહિનામાં કમોસમી વરસાદ અને ચાલુ સપ્તાહમાં પણ સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હોવાના કારણે મગફળીનાં ઊભા પાકને મોટી અસર પહોંચી છે, જેના પગલે મગફળીનાં ઉત્પાદનનાં અંદાજમાં ઘટાડો થાય તેવી ધારણા છે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં આસિયાન દેશો સાથે થયેલા કરાર હેઠળ ડ્યૂટીમાં ઘટાડો કરવાની ફરજ પડી છે જેના પરિણામે રિફાઈન્ડ પામોલિન પરની આયાત ડ્યુટી 50 ટકાથી ઘટાડીને 45 ટકા કરી દીધી છે, જ્યારે ક્રૂડ પામ ઓઇલ (સીપીઓ) પર 40 ટકાથી વધીને 37.5 ટકા કરાઈ છે. આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.