Statue Of Unity/ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઉભું કરાયું નવું નજરાણું, બનાવાયો દેશનો પહેલો ‘ગ્લો ગાર્ડન’

કેવડિયા ખાતે ઉભી કરવામાં આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ માંનો છે. ત્યારે 31 ઓકટોબર સરદાર વલ્લભભાઇ પટેલના જન્મદિવસે પીએમ નરેન્દ્ર મોદી SOU ખાતે આવાના છે,

Gujarat Others
a 108 સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઉભું કરાયું નવું નજરાણું, બનાવાયો દેશનો પહેલો ‘ગ્લો ગાર્ડન’

કેવડિયા ખાતે ઉભી કરવામાં આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ માંનો છે. ત્યારે 31 ઓકટોબર સરદાર વલ્લભભાઇ પટેલના જન્મદિવસે પીએમ નરેન્દ્ર મોદી SOU ખાતે આવાના છે, જેથી કેવડીયાને ખાસ રીતે શણગારવામાં આવ્યું છે.

કેવડિયામાં યુનિટી ગ્લો ગાર્ડન

કેવડિયા ખાતે ૩૧ ઓકટોબર એકતા દિવસની ઉજવણી પહેલા ખાસ રીતે શણગાર કરવામાં આવ્યો છે. સમગ્ર કેવડિયા અને સ્ટેચ્યુ વિસ્તારમાં 35થી 40 કરોડના ખર્ચે 3 કરોડ LED લાઈટોનો શણગાર કરાયો છે, જેનાથી સ્ટેચ્યુ રોડ અને ગ્લો ગાર્ડન ઝગમગી ઉઠ્યું છે. આ જ પ્રમાણે કેવડિયામાં પણ ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યું છે, જે દેશનું પહેલું ગ્લો ગાર્ડન છે.

SOU ખાતે બન્યો દેશનો પહેલો 'ગ્લો ગાર્ડન', વીડિયો જોઇને થઇ જશો અવાક

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે કેવડિયામાં મોટા મોટા પોલ લગાવીને લાઇટિંગ કરવામાં આવી છે. જેમાં પણ ડિઝાઈનો પાડવામાં આવી છે. એટલુંજ નહિ સ્ટેચ્યૂ વિસ્તારમાં પ્રવેશતા જ દુબઇની જેમ કોકોનટ લાઇટિંગ લેસર લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે.. જોકે, હાલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે. 31 ઓક્ટોમ્બર ના રોજ પીએમ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એકતા દિવસની ઉજવણી કરવા આવવાના છે. તે દિવસે પીએમ દ્વારા આ એકતા નગરી ગ્લો ગાર્ડનને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે.

1 1603357051 સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઉભું કરાયું નવું નજરાણું, બનાવાયો દેશનો પહેલો ‘ગ્લો ગાર્ડન’