Not Set/ સુરતઃ ગટર લાઇનનું કામ કરતા ગુંગળામણ થવાથી 3 શ્રમિકોના મોત

સુરત સુરતના પીપલોદ મલ્હાર કોમ્પલેક્ષ નજીકની ઘટના છે. જ્યાં ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ આ પિતા, પુત્ર અને કોન્ટ્રાક્ટર ડ્રેનેજનું કામ કરવા ગટરમાં ઉતર્યા હતા. આ દરમિયાન ગેસના લીધે ગુંગળામણની અસર થતા તમામને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જ્યા ત્રણેયને મૃત જાહેર કરવામા આવ્યા હતા. ઘટનામા […]

Gujarat
જામનગરના 4 સુરતઃ ગટર લાઇનનું કામ કરતા ગુંગળામણ થવાથી 3 શ્રમિકોના મોત

સુરત

સુરતના પીપલોદ મલ્હાર કોમ્પલેક્ષ નજીકની ઘટના છે. જ્યાં ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ આ પિતા, પુત્ર અને કોન્ટ્રાક્ટર ડ્રેનેજનું કામ કરવા ગટરમાં ઉતર્યા હતા.

આ દરમિયાન ગેસના લીધે ગુંગળામણની અસર થતા તમામને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જ્યા ત્રણેયને મૃત જાહેર કરવામા આવ્યા હતા. ઘટનામા સૌ પ્રથમ ગૂંગળામણની અસર પુત્રને થઈ હતી જેને બચાવવા પિતા પડ્યા હતા અને બન્નેને બહાર કાઢવા માટે કોન્ટ્રાક્ટર પણ અંદર ઉતર્યો હતો.

આમ એકને બચાવવાં જતાં બીજો અને આખરે ત્રીજો વ્યક્તિ અંદર પડતાં તમામને ગેસની અસર થઈ હતી. જેથી ત્રણેયને બહાર કાઢવા ફાયરબ્રિગેડની મદદ લેવામા આવી હતી અને 108 એમ્બ્યુલન્સ મારફતે તમામને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં જ્યાં તમામને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં.