Not Set/ કાતિલ દોરી વાપરતાં પતંગબાજો થઈ જાવ સાવધાન, પોલીસે પતંગબાજ સામે નોંધી FIR

સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, સુરતમાં કાતિલ દોરીથી એક બાળકીનું મોત થયા પછી સુરત પોલીસે પિતા સામે બેદકારી રાખી હોવાનો ગુનો નોંધ્યો છે. રાજ્યમાં પતંગની દોરીથી થયેલા મોત સામે પહેલીવાર ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટના ૩૧ ડીસેમ્બરની હતી. માંડવીના હથુરણ ગામે કેલા ફળિયામાં રહેતા યુનુસભાઈ કરોડીયા ૩૧ ડિસેમ્બરે તેમના પરિવાર સાથે સુરત શોપિંગ […]

Gujarat
srt kite 1 1 કાતિલ દોરી વાપરતાં પતંગબાજો થઈ જાવ સાવધાન, પોલીસે પતંગબાજ સામે નોંધી FIR

સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, સુરતમાં કાતિલ દોરીથી એક બાળકીનું મોત થયા પછી સુરત પોલીસે પિતા સામે બેદકારી રાખી હોવાનો ગુનો નોંધ્યો છે. રાજ્યમાં પતંગની દોરીથી થયેલા મોત સામે પહેલીવાર ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઘટના ૩૧ ડીસેમ્બરની હતી. માંડવીના હથુરણ ગામે કેલા ફળિયામાં રહેતા યુનુસભાઈ કરોડીયા ૩૧ ડિસેમ્બરે તેમના પરિવાર સાથે સુરત શોપિંગ માટે  આવ્યા હતા. શોપિંગ કરીને તેઓ ઘરે પાછા જતી વખતે ૫ વર્ષની ફાતિમા કારની સનરૂફ વિન્ડો ખોલીને બહારનો નજારો જોતી હતી.

કાર જયારે ઉધના દરવાજા ફ્લાય ઓવરબ્રીજ પરથી પસાર થઇ રહી હતી તે દરમ્યાન અચાનક પતંગની દોરી આવી જતા સનરૂફ વિન્ડોમાં ઉભેલી ફાતીમાનું ગળું કપાઈ ગયું હતું. તેના પિતા તેને અત્યંત લોહી લુહાણ હાલતમાં નજીકની એપલ હોસ્પીટલમાં લઇ ગયા હતા. પરંતુ સારવાર દરમ્યાન જ ૪થી એ સાંજે માસૂમ ફાતીમાનું મોત નીપજ્યું હતું.

ખટોદરા પોલીસ દ્વારા તપાસમાં સૌથી પહેલા બાળકીના પિતાની બેદરકારી બહાર આવી છે.જેમાં પિતાએ તેને સીટ બેલ્ટ બાંધ્યો ન હોતો. જો કદાચ સિલ્ટ બેલ્ટ બાંધ્યો હોત તો ફતીમાનો જીવ બચી ગયો હોત! સોમવારે પોલીસે યુનુસભાઈ પર કલમ ૩૦૪(એ), કલમ ૨૭૯ હેઠળ છ મહિનાની સજા, કલમ ૩૩૭ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉપરાંત પતંગ ચગાવનારે ખુબ ધારદાર માંજાવાળા દોરાનો ઉપયોગ કર્યો હતો. તેની આ દોરીને કારણે ૫ વર્ષની માસૂમ દીકરીનું ગળું કપાઈ ગયું હતું. સાથે જ અજાણ્યા પતંગબાજ પર પણ ગોનો દાખલ કર્યો છે. ગુજરાતમાં પહેલી વાર પતંગ ચગાવનાર સામે સુરત પોલીસે ગુનો નોંધ્યો છે.