Not Set/ સુરત: ચાર વર્ષની ભાણેજ પર રેપ કરી હત્યાનો પ્રયાસ કરનાર નરાધમ યુવકને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

સુરતના ડિંડોલીના અત્યંત ચકચારી એવા સાડા ચાર વર્ષની બાળકી પર બળાત્કાર, સૃષ્ટિ વિરુધ્ધના કૃત્ય અને હત્યાના પ્રયાસના ગુનામાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ આર.કે.દેસાઈએ આરોપીને મૃત્યુ પામે ત્યાં સુધી જેલની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો. 19 વર્ષના આરોપી રોશન ભૂમિહારને જોકે ફાંસીની સજા નહોતી મળી. આને તો તમે પિચાશ જ કહેશો  રોશને તેની જ સાડા […]

Gujarat Surat
Untitled 40 સુરત: ચાર વર્ષની ભાણેજ પર રેપ કરી હત્યાનો પ્રયાસ કરનાર નરાધમ યુવકને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

સુરતના ડિંડોલીના અત્યંત ચકચારી એવા સાડા ચાર વર્ષની બાળકી પર બળાત્કાર, સૃષ્ટિ વિરુધ્ધના કૃત્ય અને હત્યાના પ્રયાસના ગુનામાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ આર.કે.દેસાઈએ આરોપીને મૃત્યુ પામે ત્યાં સુધી જેલની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.

19 વર્ષના આરોપી રોશન ભૂમિહારને જોકે ફાંસીની સજા નહોતી મળી. આને તો તમે પિચાશ જ કહેશો  રોશને તેની જ સાડા ચાર વર્ષની ભાણેજ પર રેપ કર્યો હતો.રોશન બાળકીને ચોકલેટની લાલચ આપી કોર્પોરેશનના  ખુલ્લાં મેદાનમાં લઇ ગયો હતો. ચાર વર્ષની માસુમ ઉપર બળાત્કાર ગુજારી ગળુ દબાવી ભાગી ગયો હતો.

બળાત્કાર બાદ અધમરી સ્થિતિમાં પહોંચી ગયેલી બાળકીએ પાણી માગ્યુ તો રાક્ષશી માનસિકતાના રોશને બાળકીને તમાચા માર્યા હતાં.બનાવ એટલો વિચલિત કરી દે એવો હતો કે બાળકીને બંને ઇન્ટરનલ પાર્ટસ એક થઈ ગયા હતાં. બાળકીને 33 ટાંકા લેવાની ડોકટરોને ફરજ પડી હતી. માંડ માંડ બાળકીને બચાવી શકાય હતી.

પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તો બાળકીની માત્ર આંખની પાંપણો જ હલાવતી હતી. ડિંડોલીમાં બાળકી પર થયેલા દુષ્કર્મ અને હત્યાના પ્રયાસના ગુનામાં સજા ફટકારવામાં આવી હતી. હવસખોર રોશનને છેલ્લાં શ્વાસ સુધી જેલમાં સડે તે રીતે સજા ભોગવવાનું ફરમાન કરાયુ હતું. કોર્ટે રેરેસ્ટ ઓફ રેર કેસ ગણ્યો નહતો. એટલે ફાંસીની સજા આપી નહતી. આરોપી રોશન ભૂમિહારને જીવે ત્યાં સુધી જેલમાં રહેવાની સજા ફટકારવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.