Not Set/ સુરત/ ડીંડોલી બ્રિજ અકસ્માતના મૃતકોના મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇનકાર,હોસ્પિટલમાં ભારે વિરોધ

સુરતમાં ડિંડોલી બ્રિજ પર સિટી બસની અડફેટે પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત નીપજ્યું હતું. આ ત્રણના મોત પછી વાતાવરણ ઉગ્ર બન્યું છે  અને મૃતકોના પરિવારજનોમાં રોષ ફાટી નીકળ્યો છે.પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયેલા મૃતદેહોને પરિવાર દ્વારા સ્વીકારવાની મનાઈ કરવામાં આવી છે.પરિવારજનો સાથે સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.વળતરની માંગ સાથે પરિવારજનો અને સ્થાનિક લોકોએ સ્મીમેર હોસ્પિટલમાં વિરોધ […]

Gujarat Surat
Untitled 29 સુરત/ ડીંડોલી બ્રિજ અકસ્માતના મૃતકોના મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇનકાર,હોસ્પિટલમાં ભારે વિરોધ

સુરતમાં ડિંડોલી બ્રિજ પર સિટી બસની અડફેટે પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત નીપજ્યું હતું. આ ત્રણના મોત પછી વાતાવરણ ઉગ્ર બન્યું છે  અને મૃતકોના પરિવારજનોમાં રોષ ફાટી નીકળ્યો છે.પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયેલા મૃતદેહોને પરિવાર દ્વારા સ્વીકારવાની મનાઈ કરવામાં આવી છે.પરિવારજનો સાથે સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.વળતરની માંગ સાથે પરિવારજનો અને સ્થાનિક લોકોએ સ્મીમેર હોસ્પિટલમાં વિરોધ નોંધાવ્યો હતો.

હોસ્પિટલમાં પરિવારજનો સહિતના લોકો એકઠાં થયા હતા અને વિરોધ નોંધાવી મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કરી દીધો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે, બ્રિજની નીચેનો રેલવે ફાટક બંધ હોવાથી આ ઘટના બની છે. ફાટક ખોલવામાં આવે તેવી માંગ છે. જ્યારે પરિવારને વળતર ચૂકવવામાં આવે અને સિટી બસના કોન્ટ્રાક્ટરને પરિવારને મળે.

ત્રણ મૃતકોના પરિવારજના વિરોધ અને માંગના પગલે લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ પણ પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. પરિવારજનોએ તેમની સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. જોકે, ધારાસભ્યએ વળતરની બાંહેધરી આપી હતી

ઉલ્લેખનીય છે કે સુરતના નવાગામ- ડિંડોલીને જોડતા સાંકડા રેલવે ફ્લાય ઓવર બ્રિજ પર ઉધનાથી ડિંડોલી તરફ આવી રહેલી સિટી બસના ડ્રાઇવરે ઓવર ટેકની લ્હાયમાં સામેથી આવતી બાઇકને ટક્કર મારી હતી. જેથી બાઇક પર બેસેલાં ત્રણ બાળક અને યુવક ફંગોળાયા હતા. જેમાં પિતા યશવંત પોનીકર, પુત્ર ભાવેશ અને ભત્રીજો ભુપેન્દ્રના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.