Not Set/ સુરત BJP ના મહિલા કોર્પોરેટરના પિતા અને ભાઇ 55 હજારની લાંચ લેતા ઝડપાયા

અમદાવાદ: સુરતમાં BJP ના મહિલા કોર્પોરેટરના પિતા અને ભાઇ રૂ. 55 હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથે ઝડપાય ગયા છે. આ બંનેએ આરોપીએ બાંધકામ સાઇટ ઉપર હેરાન ન કરવા અંગે લાંચ માંગી હતી. જોકે, એસીબીના છટકામાં આ બંને જણા રૂ. 55 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા હતા. સુરતના વોર્ડ નંબર 11ના BJP ના કોર્પોરેટર નેન્સી […]

Top Stories Gujarat Surat Trending Politics
Surat, father of a woman corporator of BJP, and brother was caught taking bribe of 55 thousand

અમદાવાદ: સુરતમાં BJP ના મહિલા કોર્પોરેટરના પિતા અને ભાઇ રૂ. 55 હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથે ઝડપાય ગયા છે. આ બંનેએ આરોપીએ બાંધકામ સાઇટ ઉપર હેરાન ન કરવા અંગે લાંચ માંગી હતી. જોકે, એસીબીના છટકામાં આ બંને જણા રૂ. 55 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા હતા.

સુરતના વોર્ડ નંબર 11ના BJP ના કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા દ્વારા બાંધકામ સાઇટ ઉપર હેરાન ન કરવા અંગે  રૂ. 75 હજારની માંગણી કરી હતી. જોકે, લાંચની રકમ પૈકી, રૂ. 20 હજાર અગાઉ લેવાય ગયા હતા. જોકે, બાકીના 55 હજાર રૂપિયા લેવા જતાં તેઓ એસીબીના છટકામાં સપડાય ગયા હતા.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ સુરતના સૈયદપુરામાં આવેલી લેખડિયા શેરીના રાજવીર કોમ્પ્લેક્ષમાં મોહનભાઇ જેઠાભાઇ સુમરા અને સુરતના પ્રમાણી મંદિરની સામે વરિયાવી બઝારમાં પોસ્ટઓફિસની ઉપર બીજા માળે પ્રિન્સ ઉર્ફે વીકી મોહનભાઇ સુમરા રહે છે.

આ બંને જણા વોર્ડ નંબર – 11ના BJP ના કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા અને ભાઇ છે. તેમણે ફરિયાદીના મિત્રની બાંધકામ સાઇટ ઉપર હેરાનગતિ નહીં કરવા કોર્પોરેટર વતી ફરિયાદી પાસે રૂ. 75,000ની માંગણી કરી હતી. જે પૈકીના રૂ. 20,૦૦૦/ બંને આરોપીએ અગાઉ લઇ લીધા હતા. જયારે બાકી રહેલા રૂ. 55,૦૦૦/ નો વાયદો કરવામાં આવ્યો હતો.

આ દરમિયાનમાં ફરિયાદીએ આ અંગે એસીબીને જાણ કરી હતી. જે અંગે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેના અંતર્ગત ફરિયાદી દ્વારા આ બંનેને બાકીના રૂપિયા 55,૦૦૦/ની રકમ લેવા માટે સુરતના સૈયદપુરા વિસ્તારમાં વાવ શેરીમાં મહાદેવના મંદિર પાસે બોલાવ્યા હતા. જેમાં BJP ના મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના પિતાના મોહનભાઈ જેઠાભાઈ સુમરા અને તેમનો પુત્ર પ્રિન્સ ઉર્ફે વિકી મોહન સુમરા રૂપિયા લેવા માટે આવ્યા હતા.

આ દરમિયાનમાં પ્રિન્સ ઉર્ફે વિકી સુમરા લાંચના રૂપિયા લેતાં ઝડપાય ગયો હતો. જયારે મોહન સુમરા એસીબી તેને પકડે તે અગાઉ નાસી છૂટ્યો હતો.

લાંચ ૩ સુરત BJP ના મહિલા કોર્પોરેટરના પિતા અને ભાઇ 55 હજારની લાંચ લેતા ઝડપાયા
https://twitter.com/mantavyanews/status/1032157349069246464

આ મામલે એસીબીના ટ્રેપ ગોઠવનાર  પોલીસ ઇન્સ્પેક્ટર બી. કે. વનારએ ભાજપના મહિલા કોર્પોરેટરના ભાઈની ધરપકડ કરીને પિતા-પુત્ર સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયારે આ કેસમાં ફરાર થઈ ગયેલા ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાને ઝડપી લેવા ગતિવિધિ હાથ ધરી છે.