Not Set/ સુરત : આરટીઓમાં ભરવી પડશે ઓનલાઇન ફી, કેશ કાઉન્ટર થશે બંધ

આરટીઓની બેઠકમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તા. 17 ડિસેમ્બર 2018થી સુરત આરટીઓમાં ઓનલાઇન ફી  ભરી હશે તો જ આગળ કામ થઇ શકશે. આરટીઓમાં આવેલા ત્રણેય કેશ કાઉન્ટર બંધ કરવામાં આવશે. આર્થિક વ્યવસ્થામાં પારદર્શકતા લાવવાની સાથે ભૂતકાળમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોની છબી સુધારવા આરટીઓએ એક મહત્વનો નિર્ણય લીધો છે એક દિવસમાં આરટીઓમાં 1500 જેટલા વાહનધારકો […]

Top Stories Gujarat Surat
48d62bd phpYcG0U8 સુરત : આરટીઓમાં ભરવી પડશે ઓનલાઇન ફી, કેશ કાઉન્ટર થશે બંધ

આરટીઓની બેઠકમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તા. 17 ડિસેમ્બર 2018થી સુરત આરટીઓમાં ઓનલાઇન ફી  ભરી હશે તો જ આગળ કામ થઇ શકશે. આરટીઓમાં આવેલા ત્રણેય કેશ કાઉન્ટર બંધ કરવામાં આવશે.

આર્થિક વ્યવસ્થામાં પારદર્શકતા લાવવાની સાથે ભૂતકાળમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોની છબી સુધારવા આરટીઓએ એક મહત્વનો નિર્ણય લીધો છે

એક દિવસમાં આરટીઓમાં 1500 જેટલા વાહનધારકો અવરજવર કરતા હોય છે. તેવામાં વાહનધારકોએ કેશ કાઉન્ટરની લાંબી લાઇનમાં ઊભા રહીને હેરાન-પરેશાન થવાનો વારો આવે છે. જેના બાદ 100 % વાહનધારકો ઓનલાઇન ફી ભરે તે માટે આવતા સોમવારથી એટલે કે 17મી ડિસેમ્બર, 2018થી કેશ કાઉન્ટરને કાયમી માટે બંધ કરીને ઓનલાઇન-ફી ભરનારા વાહનધારકોના કામ કરી આપવાનો નિર્ણય લેવાયો છે.

વાહનધારકોને ઓનલાઇન ફી ભરવામાં તકલીફ પડશે તો તેને આરટીઓ પર શિખવાડવાની સાથે તેને તમામ પ્રકારની માહિતી આપવામાં આ‌વશે.