Not Set/ કોંગ્રેસી નેતાઓના જામીન પર પીએમનો કટાક્ષ: પાર્ટીને લોકો “બેલ”ગાડી કહેવા લાગ્યા છે…

જયપુર, પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ શનિવારે જયપુરમાં આયોજિત જન સંવાદ કાર્યક્રમ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મેળવનારા લોકો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન એમણે મંચ પર કેટલાક લાભાર્થીઓ સાથે મુલાકાત પણ કરી હતી. પીએમ મોદીએ લાભાર્થીઓને સંબોધિત કરતા એક રીપોર્ટનો હવાલો આપીને કહ્યું કે ગયા બે વર્ષમાં 5 કરોડ લોકો ગરીબીમાંથી મુક્ત થયા […]

Top Stories India
pm modi in udaipur 4b2a7914 8cbe 11e7 a11b 07a9009e9c44 કોંગ્રેસી નેતાઓના જામીન પર પીએમનો કટાક્ષ: પાર્ટીને લોકો "બેલ"ગાડી કહેવા લાગ્યા છે...

જયપુર,

પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ શનિવારે જયપુરમાં આયોજિત જન સંવાદ કાર્યક્રમ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મેળવનારા લોકો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન એમણે મંચ પર કેટલાક લાભાર્થીઓ સાથે મુલાકાત પણ કરી હતી. પીએમ મોદીએ લાભાર્થીઓને સંબોધિત કરતા એક રીપોર્ટનો હવાલો આપીને કહ્યું કે ગયા બે વર્ષમાં 5 કરોડ લોકો ગરીબીમાંથી મુક્ત થયા છે. પીએમએ આનો શ્રેય પોતાની સરકારની યોજનાઓને આપ્યો. આ ઉપરાંત એમણે કોંગ્રેસ પર તીખી ટિપ્પણીઓ કરી હતી.

605302 pm modi in udaipur e1530962133596 કોંગ્રેસી નેતાઓના જામીન પર પીએમનો કટાક્ષ: પાર્ટીને લોકો "બેલ"ગાડી કહેવા લાગ્યા છે...

પીએમ મોદીએ પોતાની સરકારની વિકાસ યોજનાઓના વખાણ કરતા કહ્યું કે એક વર્ગ એવો પણ છે જેની ભાજપનું નામ સંભાળતા જ ઊંઘ ખરાબ થઇ જાય છે. એમણે કહ્યું કે મોદી કે વસુંધરાજીનું નામ સંભાળતા જ એમને તાવ આવી જાય છે. એમણે આ રીતના કાર્યક્રમોથી નફરત થઇ જાય છે.

પીએમ મોદીએ એમના ભાષણમાં કોંગ્રેસી નેતાઓ પર તીખી ટીપ્પણી કરતા કહ્યું કે જેમની વિરુદ્ધ કેસ ચાલી રહ્યા છે એમને કોર્ટમાંથી બેલ લેવી પડી છે. કોંગ્રેસને આજકાલ બેલગાડી કહેવામાં આવી રહી છે. કારણ કે એમના ઘણા નેતા અને પૂર્વ મંત્રી બેલ(જામીન) પર છે.

modi5 kp9E 621x414@LiveMint e1530962171729 કોંગ્રેસી નેતાઓના જામીન પર પીએમનો કટાક્ષ: પાર્ટીને લોકો "બેલ"ગાડી કહેવા લાગ્યા છે...

પીએમ મોદીએ ખેડૂતોને ન્યુનતમ સમર્થન મુલ્ય આપવાના ફેસલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. એમણે કહ્યું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બે ગણી કરવાની દિશામાં સરકાર કામ કરી રહી છે. 14 કરોડ 50 લાખથી વધારે સોઇલ હેલ્થ કાર્ડ આપાઈ ચુક્યા છે.

આ પહેલા રાજ્યપાલ કલ્યાણ સિંહે મંચ પર એમનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ ત્યાં હાજર હતા. એમણે પીએમ મોદીને લાભાર્થીઓ વિશે જાણકારી આપી હતી. સાથે  પીએમ મોદી દ્વારા 2100 કરોડ રૂપિયાની 13 વિકાસ યોજનાઓની ડીજીટલ માધ્યમથી આધારશીલા રાખવામાં આવી હતી.