Not Set/ સુરત: ફાયનાન્સરની ઓફિસમાં યુવકે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું

સુરત, સુરત શહેરના સરથાણા વિસ્તારમાં એક ફાયનાન્સરની ઓફીસમાં એક યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પારસ ભાઈ મનુભાઈ જોગણી જેઓ નારાયણ નગર નાલંદા સ્કૂલની પાસે કારગીલ ચોક પુણા ગામ ખાતે રહે છે. તેઓએ સરથાણા વિસ્તારના યોગી ચોકમાં આવેલા પેલેડિયમ શોપીંગ સેન્ટરમાં આવેલી એક ફાયનાન્સરની ઓફીસમાં ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું […]

Top Stories
WhatsApp Image 2018 03 28 at 2.46.16 PM 1 સુરત: ફાયનાન્સરની ઓફિસમાં યુવકે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું

સુરત,

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં એક ફાયનાન્સરની ઓફીસમાં એક યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પારસ ભાઈ મનુભાઈ જોગણી જેઓ નારાયણ નગર નાલંદા સ્કૂલની પાસે કારગીલ ચોક પુણા ગામ ખાતે રહે છે. તેઓએ સરથાણા વિસ્તારના યોગી ચોકમાં આવેલા પેલેડિયમ શોપીંગ સેન્ટરમાં આવેલી એક ફાયનાન્સરની ઓફીસમાં ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું.

સ્થાનિક દુકાનદારોએ પોલીસને જાણ કરતા પોલીસે ઓફીસનું તાળુ તોડીને યુવકની લાશને કબ્જે લીધી હતી અને પીએમ અર્થે મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ આપઘાતનું કારણ જાણવા પોલીસે ગુનો નોંધીને યુવકની ઓળખ માટે વધુ તપાસ હાથ ધરી છે.