Not Set/ કડક કાયદા છતાં પતિએ આપ્યા ત્રિપલ તલાક, રીક્ષા ના આપવી તો આપી દીધા છુટાછેડા

સુરત, સુરતમાં એક ત્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે. 23 વર્ષીય મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ તેના પીયરીયાવાળા પાસેથી ઇ-રિક્ષા ખરીદવા માટે 40 હજાર રૂપિયા માંગી રહ્યો હતો. જયારે તેને પૈસા ણ મળ્યા તો તેને ત્રિપલ તલાક આપી દીઘા. મહિલાએ પોલીસને કહ્યું કે તેને તલાક આપનાર તેના પતિને સજા મળવી જોઈએ અને તેને […]

Gujarat Surat
aam 7 કડક કાયદા છતાં પતિએ આપ્યા ત્રિપલ તલાક, રીક્ષા ના આપવી તો આપી દીધા છુટાછેડા

સુરત,

સુરતમાં એક ત્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે. 23 વર્ષીય મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ તેના પીયરીયાવાળા પાસેથી ઇ-રિક્ષા ખરીદવા માટે 40 હજાર રૂપિયા માંગી રહ્યો હતો. જયારે તેને પૈસા ણ મળ્યા તો તેને ત્રિપલ તલાક આપી દીઘા.

મહિલાએ પોલીસને કહ્યું કે તેને તલાક આપનાર તેના પતિને સજા મળવી જોઈએ અને તેને ન્યાય મળવો જોઈએ.

આ મામલે એસીપી સ્પેશિયલ બ્રાંચે કહ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને આગળ તપાસ ચાલુ છે.

આપને જણાવી દઈએ કે સુપ્રિમ કોર્ટે ત્રિપલ તલાક પર પ્રતિબંધ લગાવ્યો છે અને કેન્દ્ર સરકાર દ્વારા આ અંગેની રજૂઆત કરવામાં આવી છે, જે અનુસાર લોકસભામાં ત્રિપલ તલાક બીલ પાસ થયું, હાલ રાજ્યસભાથી આ બિલને મંજુરી મળવાની બાકી છે. આ કાયદા હેઠળ ત્રિપલ તલાક આપનાર આરોપીને ત્રણ વર્ષ કેદની સજા અથવા દંડ અથવા તો બંને થિયા શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન