Not Set/ સુરત: મોબાઇલ સ્નેચિગ કરતા બે આરોપીની ધરપકડ, 3.27 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

સુરત, સુરત શહેરના પાંડેસરા પોલીસ મથકમાં ઊભેલા આ બે આરોપીઓ રીઢા મોબાઈલ સ્નેચર છે. મૂળ ઓરિસ્સાના રહેવાસી અને સુરતના વડોદરા વિસ્તારમાં રહેતા દેવેન્દ્ર બોલ અને નારાયણ ઢોલ નામના આરોપીઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોટરસાયકલ પર નીકળી મોબાઈલની ચોરી કરતા હતા. પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે, અમરોલી ચાર રસ્તા પાસે બે ઈસમો ચોરીના મોબાઈલ વેચવાની […]

Gujarat Surat
mantavya 205 સુરત: મોબાઇલ સ્નેચિગ કરતા બે આરોપીની ધરપકડ, 3.27 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

સુરત,

સુરત શહેરના પાંડેસરા પોલીસ મથકમાં ઊભેલા આ બે આરોપીઓ રીઢા મોબાઈલ સ્નેચર છે. મૂળ ઓરિસ્સાના રહેવાસી અને સુરતના વડોદરા વિસ્તારમાં રહેતા દેવેન્દ્ર બોલ અને નારાયણ ઢોલ નામના આરોપીઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોટરસાયકલ પર નીકળી મોબાઈલની ચોરી કરતા હતા.

પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે, અમરોલી ચાર રસ્તા પાસે બે ઈસમો ચોરીના મોબાઈલ વેચવાની કોશિશ કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે અમરોલી ચાર રસ્તા પાસેથી દેવેન્દ્ર અને નારાયણ નામના આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસે બંને આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીઓના કુલ 36 મોબાઇલ કબજે કર્યા હતા બંને આરોપીઓ શહેરમાં કેટલી મોબાઈલ ચોરીની વારદાતને અંજામ આપી ચૂક્યા છે એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

mantavya 204 સુરત: મોબાઇલ સ્નેચિગ કરતા બે આરોપીની ધરપકડ, 3.27 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

રાહદારીઓ પોતાના મોબાઇલ ઉપર વાત કરતા હોય ત્યારે તેમની નજર ચૂકવીને બંને આરોપીઓ મોબાઈલ ચોરી કરી નાસી છૂટતાં હતા. પોલીસે એક મોટરસાયકલ અને મોબાઈલ સહિત 3.27 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.