Not Set/ સુરત : બીઆરટીએસ અડફેટે આવી જતા યુવકનું ઘટનાસ્થળે મોત

સુરતમાં મોડીરાત્રે સીમાડા કેનાલ રોડ પર બીઆરટીએસ રૂટમાં બસની અડફેટે યુવકે જીવ ગુમાવ્યો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવક બીઆરટીએસ રૂટની રેલીંગ કૂદાવીને રોડ ક્રોસ કરતો હતો ત્યારે જ બસની ઝપેટમાં આવી ગયો હતો. સરથાણા પોલીસ મથકના પીઆઇએ જણાવ્યું હતું કે, સીમાડા કેનાલ રોડ પર અકસ્માતની આ ઘટના બની હતી. સીમાડા ગામમાં ઝુંપડપટ્ટીમાં રહેતો 17 વર્ષિય રાહુલ […]

Top Stories Gujarat Surat
untitled 1543896881 સુરત : બીઆરટીએસ અડફેટે આવી જતા યુવકનું ઘટનાસ્થળે મોત

સુરતમાં મોડીરાત્રે સીમાડા કેનાલ રોડ પર બીઆરટીએસ રૂટમાં બસની અડફેટે યુવકે જીવ ગુમાવ્યો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવક બીઆરટીએસ રૂટની રેલીંગ કૂદાવીને રોડ ક્રોસ કરતો હતો ત્યારે જ બસની ઝપેટમાં આવી ગયો હતો.

સરથાણા પોલીસ મથકના પીઆઇએ જણાવ્યું હતું કે, સીમાડા કેનાલ રોડ પર અકસ્માતની આ ઘટના બની હતી. સીમાડા ગામમાં ઝુંપડપટ્ટીમાં રહેતો 17 વર્ષિય રાહુલ તુષાર ડાંગી બીઆરટીએસ રૂટની અંદર કૂદીને રસ્તો ક્રોસ કરી રહ્યો હતો.

ત્યારે જ ત્યાંથી પસાર થતી બીઆરટીએસ બસના પાછલા વ્હીલમાં આવી ગયો હતો. ગંભીર ઇજાના કારણે તુષારનું સ્થળ પર મોત નીપજ્યું હતું. અકસ્માતમાં બસ ચાલક સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

જણાવી દઈએ કે, એક મહિના પહેલાં વેસુ એસડી જૈન સ્કૂલ નજીક બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં જ ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો ઓળંગી રહેલા સુચીર જતીન પટેલ(13)ને અડફેટમાં લેતા મોત નીપજ્યું હતું.