Not Set/ સુરતઃ તસ્કરોએ ટાઇટન ઘડિયાળના શોરૂમને બનાવ્યો ટાર્ગેટ, 1.5 કરોડની ઘડિયાળની કરી ચોરી

સુરતમાં અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલા ખ્યાતનામ ઘડિયાળના શોરૂમમાં ચોરી થઈ છે. 7થી 8 શખ્સોએ ટાઈટન ઘડિયાળાના શોરૂમમાં ચોરી કરી હતી. તસ્કરોએ શોરૂમમાં પડેલી 6 લાખની રોકડ રકમની ચોરી કરી છે. તેમજ 424 જેટલી બ્રાન્ડેડ ઘડિયાળ પણ ચોરી ગયા છે. બધું મળીને કુલ 1 કરોડ 50 લાખ જેટલી કિંમતના મુદ્દામાલની તસ્કરોએ ચોરી કરી છે. ચોરીની આ ઘટના […]

Top Stories
CHOR સુરતઃ તસ્કરોએ ટાઇટન ઘડિયાળના શોરૂમને બનાવ્યો ટાર્ગેટ, 1.5 કરોડની ઘડિયાળની કરી ચોરી

સુરતમાં અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલા ખ્યાતનામ ઘડિયાળના શોરૂમમાં ચોરી થઈ છે. 7થી 8 શખ્સોએ ટાઈટન ઘડિયાળાના શોરૂમમાં ચોરી કરી હતી. તસ્કરોએ શોરૂમમાં પડેલી 6 લાખની રોકડ રકમની ચોરી કરી છે. તેમજ 424 જેટલી બ્રાન્ડેડ ઘડિયાળ પણ ચોરી ગયા છે. બધું મળીને કુલ 1 કરોડ 50 લાખ જેટલી કિંમતના મુદ્દામાલની તસ્કરોએ ચોરી કરી છે.

ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સાત થી આઠ જેટલા બુકાનીધારી શખ્સો શોરૂમમાં પ્રવેશે છે. પહેલા તેઓ કાઉન્ટર પર હાથફેરો કરે છે. જ્યાં રોકડ પડી છે. રોકડની ઉઠાંતરી કરીને બાદમાં કેટલાક શખ્સો કાચના કપબોર્ડ  ખોલે છે અને તેમાં રહેલી કિંમતી ઘડિયાળો બેગમાં પેક કરે છે.

CHOR 1 સુરતઃ તસ્કરોએ ટાઇટન ઘડિયાળના શોરૂમને બનાવ્યો ટાર્ગેટ, 1.5 કરોડની ઘડિયાળની કરી ચોરી

424 કિંમતી ઘડિયાળ બેગમાં પેક કરીને તેઓ ફરાર થઈ જાય છે. તો ચોરી દરમિયાન 2 શખ્સો કોઈ બાબતે ઝઘડો કરતા પણ નજરે પડે છે. વહેલી સવારે 4 વાગ્યા આસપાસ ચોરીની આ ઘટના બની છે.

 

CHOR 3 સુરતઃ તસ્કરોએ ટાઇટન ઘડિયાળના શોરૂમને બનાવ્યો ટાર્ગેટ, 1.5 કરોડની ઘડિયાળની કરી ચોરી

સવારે જ્યારે શોરૂમના માલિક રોજિંદા સમય મુજબ શો રૂમ પર આવ્યા ત્યારે તેમને જાણ થઈ અને તેમણે ઘટના અંગે જાણ કરતા તરત જ પોલીસ ડોગ સ્કોડ સાથે શો રૂમ ખાતે પહોંચી ગઈ. અને તસ્કરોની શોધખોળ શરૂ કરવામાં આવી.

CHOR 4 સુરતઃ તસ્કરોએ ટાઇટન ઘડિયાળના શોરૂમને બનાવ્યો ટાર્ગેટ, 1.5 કરોડની ઘડિયાળની કરી ચોરી