Not Set/ ICCના પહેલા સ્વતંત્ર મહિલા નિર્દેશક તરીકે ઇન્દ્રા નૂઈની કરાઈ વરણી

દુબઈ, પેપ્સીકોના ચેરમેન અને ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર ઇન્દ્રા નૂઈની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના પહેલા સ્વતંત્ર મહિલા નિર્દેશક તરીકે વરણી કરવામાં આવી છે. નૂઈ જુન, ૨૦૧૮થી પોતાનો કાર્યભાર સંભાળશે. તેઓએ આ અંગે જણાવતા કહ્યું, આ ભૂમિકામાં માટે ICC સાથે જોડાયેલી પહેલી મહિલા બનીને હું રોમાંચિત છું. બોર્ડ, આઈસીસી અને ક્રિકેટરો સાથે કામ કરવા માટે રાહ જોઈ રહી […]

Top Stories
indra nooyi 4 ICCના પહેલા સ્વતંત્ર મહિલા નિર્દેશક તરીકે ઇન્દ્રા નૂઈની કરાઈ વરણી

દુબઈ,

પેપ્સીકોના ચેરમેન અને ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર ઇન્દ્રા નૂઈની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના પહેલા સ્વતંત્ર મહિલા નિર્દેશક તરીકે વરણી કરવામાં આવી છે. નૂઈ જુન, ૨૦૧૮થી પોતાનો કાર્યભાર સંભાળશે. તેઓએ આ અંગે જણાવતા કહ્યું, આ ભૂમિકામાં માટે ICC સાથે જોડાયેલી પહેલી મહિલા બનીને હું રોમાંચિત છું. બોર્ડ, આઈસીસી અને ક્રિકેટરો સાથે કામ કરવા માટે રાહ જોઈ રહી છું.

ICC અધ્યક્ષ શશાંક મનોહરે જણાવ્યું, ” એક વધારે સ્વતંત્ર નિર્દેશક અને તે પણ મહિલાની નિયુક્તિ કરવી બોર્ડના સંચાલનને વધુ સુઘડ બનાવવાની દિશામાં એક મુખ્ય પગલું છે. ” તેઓની નિયુક્તિ બે વર્ષ માટે કરવામાં આવી છે, પરંતુ તેઓને બીજીવાર પણ નિયુક્ત કરવામાં આવી શકે છે. તેઓ સતત ૬ વર્ષ સુધી આ પદ પર રહી શકે છે. વધુમાં જણાવતા તેઓએ કહ્યું કે, “આઈસીસીમાં નૂઈનું સ્વાગત કરતા હોઈ અમે ખૂબ પ્રસન્ન છીએ”.

ઉલ્લેખનીય છે કે, ઇન્દ્રા નૂઈની ગણના દુનિયાની સૌથી તાકાતવર મહિલાઓમાં થાય છે. તેમજ સ્વતંત્ર મહિલા ડાયરેક્ટરના પદને ગત વર્ષે જૂન મહિનામાં ICC દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી હતી.