Not Set/ માણસોથી ઓવરલોડના કારણે પલટ્યો છકડો, વિડીયો વાઈરલ

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરમાં મુસાફરો સવાર છકડો પલટ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ચોટીલામાં માતાજી દર્શન કરીને મહિલા પરત ઘરે ફરી રહ્યા હતા. તે દરમિયાન છકડો પલટ્યો હતો. જેના કારણે મહિલાઓને નાની-મોટી ઇજા પહોંચી હતી. દ્રશ્યોમાં સ્પષ્ટ જોઇ શકો છે કે, આ છકડો ઓવરલોડના કારણે પલટ્યો હતો. મહત્વનું છે કે, છકડા ચાલક થોડા વધુ પૈસા મેળવવાની લાલચે […]

Gujarat
chakado માણસોથી ઓવરલોડના કારણે પલટ્યો છકડો, વિડીયો વાઈરલ

સુરેન્દ્રનગર,

સુરેન્દ્રનગરમાં મુસાફરો સવાર છકડો પલટ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ચોટીલામાં માતાજી દર્શન કરીને મહિલા પરત ઘરે ફરી રહ્યા હતા. તે દરમિયાન છકડો પલટ્યો હતો. જેના કારણે મહિલાઓને નાની-મોટી ઇજા પહોંચી હતી.

દ્રશ્યોમાં સ્પષ્ટ જોઇ શકો છે કે, આ છકડો ઓવરલોડના કારણે પલટ્યો હતો. મહત્વનું છે કે, છકડા ચાલક થોડા વધુ પૈસા મેળવવાની લાલચે મુસાફરોને ઘેટા- બકરા જેમ છકડા ભરીને લઇ જાય છે. જેના કારણે અકસ્માત સર્જાતા લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે વહેલી તકે  આ મામલે તંત્ર દ્વારા પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે…