Not Set/ રાજ્યમાં સ્વાઈન ફલૂનો વધતો કહેર : એક મહિનામાં નોંધાયા 975 કેસો

વડોદરામાં સ્વાઈન ફલૂનો કહેર દિવસે ને વધી રહ્યો છે. જેમાં સ્વાઈન ફલૂએ ભરડો કસતાં વધુ એક જીવ લીધો છે. વડોદરાના સમા વિસ્તારની 50 વર્ષિય વૃદ્ધાને સ્વાઈન ફલૂ ભરખી જતા તેમનું મોત નિપજ્યુ છે. વૃદ્ધાને સ્વાઈન ફલૂની અસર જણાતા તેની સારવાર સયાજી હોસ્પિટલમાં ચાલી રહી હતી. તો આજે સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નિપજ્યું છે. વડોદરામાં અત્યાર સુધી […]

Top Stories Ahmedabad Gujarat
swineflu3 70882 tn રાજ્યમાં સ્વાઈન ફલૂનો વધતો કહેર : એક મહિનામાં નોંધાયા 975 કેસો

વડોદરામાં સ્વાઈન ફલૂનો કહેર દિવસે ને વધી રહ્યો છે. જેમાં સ્વાઈન ફલૂએ ભરડો કસતાં વધુ એક જીવ લીધો છે. વડોદરાના સમા વિસ્તારની 50 વર્ષિય વૃદ્ધાને સ્વાઈન ફલૂ ભરખી જતા તેમનું મોત નિપજ્યુ છે. વૃદ્ધાને સ્વાઈન ફલૂની અસર જણાતા તેની સારવાર સયાજી હોસ્પિટલમાં ચાલી રહી હતી. તો આજે સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નિપજ્યું છે. વડોદરામાં અત્યાર સુધી સ્વાઈન ફલૂના કારણે 6 થી વધુ લોકોના મોત નિપજ્યા છે.

53163b6d99c6ec92eebc96b97e32a18c e1538830469666 રાજ્યમાં સ્વાઈન ફલૂનો વધતો કહેર : એક મહિનામાં નોંધાયા 975 કેસો

 

જણાવી દઈએ કે, 1 સપ્ટેમ્બર 2018 થી આજ દિન સુધીમાં અમદાવાદ કોર્પોરેશનમાં સ્વાઈન ફ્લૂના કુલ 413 કેસો નોંધાયા છે, જેમાંથી 11 લોકોના મોત નીપજી ચુક્યા છે. સુરત કોર્પોરેશનમાં કુલ 82 પોઝિટિવ કેસો નોંધવામાં આવ્યા છે. વડોદરા કોર્પોરેશનમાં કુલ 56 સ્વાઈન ફ્લૂના પોઝિટિવ કેસો નોંધાયા છે, જેમાંથી 1 વ્યક્તિનું મોત થયું છે. જયારે રાજકોટ અને ભાવનગર કોર્પોરેશનમાં 21 પોઝિટિવ કેસો નોંધવામાં આવ્યા છે.

swine flu e1538830538581 રાજ્યમાં સ્વાઈન ફલૂનો વધતો કહેર : એક મહિનામાં નોંધાયા 975 કેસો

ગુજરાત રાજ્યમાં 1 સપ્ટેમ્બર 2018થી હાલ સુધીમાં કુલ 975 કેસો સ્વાઈન ફલૂ પોઝિટિવ હોવાની માહિતી મળી રહી છે, તેમજ કુલ 28 લોકોના મોત નિપજ્યા છે.