Not Set/ “શિક્ષક દિન સ્પેશિયલ” : VMSS દ્વારા સંચાલિત સ્કૂલના ટીચર ગીતા બહેન ચૌહાણની “શ્રેષ્ઠ શિક્ષક” તરીકે થઇ પસંદગી

વડોદરા, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વોપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ ૫ સપ્ટેમ્બરના દિવસને દેશભરમાં શિક્ષક દિન તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત સ્કૂલના ટીચર ગીતાબહેન ચૌહાણની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. ગીતા બહેન ચૌહાણની થઇ શ્રેષ્ઠ શિક્ષક તરીકે […]

Gujarat Vadodara Trending
best teacher "શિક્ષક દિન સ્પેશિયલ" : VMSS દ્વારા સંચાલિત સ્કૂલના ટીચર ગીતા બહેન ચૌહાણની "શ્રેષ્ઠ શિક્ષક" તરીકે થઇ પસંદગી

વડોદરા,

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વોપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ ૫ સપ્ટેમ્બરના દિવસને દેશભરમાં શિક્ષક દિન તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત સ્કૂલના ટીચર ગીતાબહેન ચૌહાણની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે.

ગીતા બહેન ચૌહાણની થઇ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી

શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલા ગીતા બહેન ચૌહાણની વાત કરવામાં આવે તો, તેઓ શહેરના આજવા રોડ બ્લોક નંબર-1 દેણાપાર્ક સોસાયટીમાં રહે છે અને ૩૦ વર્ષથી નગર પ્રા. શિક્ષણ સમિતિની પૂજ્ય વલ્લભાચાર્ય પ્રા. શાળા નંબર-૨૨માં એક ટીચર તરીકે ફરજ બજાવે છે.

vmss school1 "શિક્ષક દિન સ્પેશિયલ" : VMSS દ્વારા સંચાલિત સ્કૂલના ટીચર ગીતા બહેન ચૌહાણની "શ્રેષ્ઠ શિક્ષક" તરીકે થઇ પસંદગી
gujarat-Teacher’s Day Special Gita ben Chauhan VMSS selected best teacher vadodara

ગીતા બહેન ચૌહાણની વડોદરાની એક માધ્યમિક, એક ઉચ્ચ માધ્યમિક અને 2 પ્રાયમરી સ્કૂલોના ટીચરોમાંથી ગીતાબહેનની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઇ છે.

ટીચર તરીકે ફરજ બજાવતા ગીતાબહેન ચૌહાણની ખાસ વાત એ છે કે, તેઓ કેન્સર નામની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. તેઓ કહે છે કે, “શિક્ષણ થેરાપી દ્વારા જ મેં બે વખત કેન્સરને મ્હાત આપી છે અને વિદ્યાથીઓને ઉચ્ચ શિક્ષણ આપવું એ મારી જિંદગીનો ધ્યેય છે”.

કેન્સરને મ્હાત આપવામાં કામ લાગી શિક્ષણ થેરાપી

geeta ben chauhan "શિક્ષક દિન સ્પેશિયલ" : VMSS દ્વારા સંચાલિત સ્કૂલના ટીચર ગીતા બહેન ચૌહાણની "શ્રેષ્ઠ શિક્ષક" તરીકે થઇ પસંદગી
gujarat-Teacher’s Day Special Gita ben Chauhan VMSS selected best teacher vadodara

મંતવ્ય ન્યુઝ સાથેની ખાસ વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, “આજે હું સ્કૂલમાં ભણાવી રહી છું, તે મારા સ્ટુડન્ટોને જ આભારી છે. એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. કારણ કે, વર્ષ-૨૦૧૦ અને ૨૦૧૩માં આંતરડાના કેન્સરનો મારે સામનો કરવાનો વખત આવ્યો હતો. તે સમયે મને થયેલા કેન્સરની ચિંતા ન હતી”.

best teacher 1 "શિક્ષક દિન સ્પેશિયલ" : VMSS દ્વારા સંચાલિત સ્કૂલના ટીચર ગીતા બહેન ચૌહાણની "શ્રેષ્ઠ શિક્ષક" તરીકે થઇ પસંદગી
gujarat-Teacher’s Day Special Gita ben Chauhan VMSS selected best teacher vadodara

“પરંતુ, મને મારા સ્ટુડન્ટોના શિક્ષણની ચિંતા હતી. મારી ટ્રીટમેન્ટ ચાલતી હતી. ત્યારે પણ હું સ્કૂલમાં જતી હતી. જ્યાં મારા સ્ટુડન્ટોને ભણાવતી ત્યારે મારું તમામ દુઃખ ભૂલી જતી હતી. કેન્સરને મ્હાત આપવામાં મને શિક્ષણ થેરાપીજ કામ લાગી છે”.

શાળાના પ્રિન્સીપાલ સહિત સ્ટાફ અનુભવી રહ્યા છે ગર્વ

મહત્વનું છે કે, કપરા ઉતાર – ચઢાવ વચ્ચે ગીતા બેન હિમંત હાર્યા નહિ અને બે બે વખત કેન્સર જેવા પ્રાણ ઘાતક રોગને માત આપી અને તેઓ વિદ્યાર્થી ઓ સાથે સંકળાયેલ રહ્યા છે. શ્રેષ્ઠ શિક્ષક તરીકે ગીતાબહેન ચૌહાણની પસંદગી થતાં સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ પણ તેઓને સન્માનની નજરે જોવા માં આવી રહ્યા છે.

આ પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલ સહિત સ્ટાફ પણ તેઓની કાર્ય પદ્ધતિથી પ્રભાવિત થયા છે અને શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજ્ય સરકાર દ્વારા સન્માનિત શિક્ષિકા ગીતા બેન ઉપર ગર્વ અનુભવી રહ્યા છે.