Not Set/ અમદાવાદ/ દાસ્તાન ફાર્મ નજીક નાળામાંથી હત્યા કરાયેલી હાલતમાં મળી યુવકની લાશ

અમદાવાદમાં ગુનોગોરોને હવે જાણે પોલીસનો ડરજ રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. જેમ જેમ દિવસ ઉગે છે તેમ તેમ લૂંટ, છેડતી અને હત્યા જેવા ગંભીર બનાવો સામે આવતા રહે છે.ત્યારે વધુ એક બનાવ એસ.પી રિંગ રોડ નરોડા દાસ્તાન ફાર્મ પાસેનો સામે આવ્યો છે જ્યાં સર્વિસ રોડ પર નાળામાંથી અજાણ્યાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી […]

Ahmedabad Gujarat
aaaaaamaya 4 અમદાવાદ/ દાસ્તાન ફાર્મ નજીક નાળામાંથી હત્યા કરાયેલી હાલતમાં મળી યુવકની લાશ

અમદાવાદમાં ગુનોગોરોને હવે જાણે પોલીસનો ડરજ રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. જેમ જેમ દિવસ ઉગે છે તેમ તેમ લૂંટ, છેડતી અને હત્યા જેવા ગંભીર બનાવો સામે આવતા રહે છે.ત્યારે વધુ એક બનાવ એસ.પી રિંગ રોડ નરોડા દાસ્તાન ફાર્મ પાસેનો સામે આવ્યો છે જ્યાં સર્વિસ રોડ પર નાળામાંથી અજાણ્યાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. ઘટનાની જાણ પોલીસે ખૂનનો ગુનો નોધી મૃતકની ઓળખ પરખ કરવાની સાથે આરોપીઓની શોધખોળહાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન હદમાં એસ.પી.રિંગ રોડ પર દાસ્તાન ફાર્મ નજીક સર્વિસ રોડ પરથી  જાહેરમાં  હત્યા કરેલી હાલતમાં  અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. આ બનાવની નિકોલ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.

મહત્વનું છે કે મૃતકના શરીર પર 6 જેટલા ટેટૂ ચીતરેલા છે. જેમાંથી એક ટેટૂમાં ઉમેશ અને રીના નામ લખ્યું છે. જેના આધારે નિકોલ પોલીસે મૃતકની ઓળખ કરવા તજવીજ હાથ ધરી છે.

aaaaaamaya 3 અમદાવાદ/ દાસ્તાન ફાર્મ નજીક નાળામાંથી હત્યા કરાયેલી હાલતમાં મળી યુવકની લાશ

આ મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં 25 વર્ષીય મૃતક યુવકના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા ઝીંકવામાં આવ્યા હતા. જો કે  અજાણ્યા મૃતક યુવકની હત્યા કોણે કરી અને કયા કારણોસર કરવામાં અવી તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે.

પોલીસ હાલ આ મામલે આસપાસની સીસીટીવી ફૂટેજ મેળવીને આરોપીઓ સુધી પહોચવાની કાર્વાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.