Not Set/ વાયુની અસર, રાજ્યના અનેક વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ, કચ્છ પર હજુ ખતરો

સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ જારી રહ્યો છે. ગત મોડી રાત્રે સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાત્રી ગાળા બાદથી ધીમી ગતિથી વરસાદ થઇ રહ્યો છે. ઉનામાં છેલ્લા 12 કલાકના ગાળામાં જ  ધોધમાર ત્રણ ઇંચ વરસાદ થયો છે. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની જોરદાર એન્ટ્રી થઇ છે. ગીર ગઢડા નજીક શાંગાવાડી નદીમાં પુરની સ્થિતી સર્જાઇ ગઇ […]

Top Stories Gujarat Others
yge 10 વાયુની અસર, રાજ્યના અનેક વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ, કચ્છ પર હજુ ખતરો

સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ જારી રહ્યો છે. ગત મોડી રાત્રે સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાત્રી ગાળા બાદથી ધીમી ગતિથી વરસાદ થઇ રહ્યો છે. ઉનામાં છેલ્લા 12 કલાકના ગાળામાં જ  ધોધમાર ત્રણ ઇંચ વરસાદ થયો છે. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની જોરદાર એન્ટ્રી થઇ છે.

ગીર ગઢડા નજીક શાંગાવાડી નદીમાં પુરની સ્થિતી સર્જાઇ ગઇ  છે. છેલ્લા 24 કલાકમાં જે વિસ્તારમાં વરસાદ થઇ રહ્યો છે તેમાં રાજકોટ, ઉપલેટા, ગાંડલ, જેતપુર, જસદણ, ધોરાજીનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી મુજબ વાવાઝોડુ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જતા મોટા ભાગે કચ્છ ઉપરથી ખતરો ટળી ગયો છે. જો કે, તંત્ર કોઈ તક લેવા માટે તૈયાર નથી. સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે. જુદી જુદી જગ્યાઓ ઉપર એનડીઆરએફની ટીમ અને બચાવ ટુકડીઓ તૈનાત રાખવામાં આવી છે.

સાવચેતીરૂપે સિગ્નલો પણ યથાવત સ્થિતિમાં રાખવામાં આવ્યા છે. કચ્છ ઉપરથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. પરંતુ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ તેની અસર હેઠળ થઈ શકે છે. પ્રાપ્ત માહિતી હેઠળ કચ્છમાં આઠથી દસ ઈંચ સુધી વરસાદ પડી શકે છે. કચ્છથી વાવાઝોડુ હવે દુર નથી. ૧૬૫ કિલોમીટરના અંતરે સ્થિત છે. પરંતુ તેની તિવ્રતા ઘટી ગઈ છે. જેથી તીવ્ર પવનની સાથે વરસાદ થશે. પરંતુ વાવઝોડાના ખતરો ટળી ગયો છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભચાઉના ગામડા, માંડવી, અંજાર અને દૂધઈ, બન્ની વિસ્તારમાં સહિતના વિસ્તારોમાં જારદાર વરસાદ પડયો હતો. તો, બીજીબાજુ, વાયુ વાવાઝોડાની અસરના ભાગરૂપે 45થી 65 કિ.મીની ઝડપે તોફાની પવન સાથે મધ્યમથી ભારે તો કયાંક અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આ સિસ્ટમ વહેલી સવારે યુ ટર્ન મારી કચ્છના કાંઠા તરફ ગતિ કરશે.

મોડી સાંજ સુધી કચ્છના નલિયા આસપાસ લેન્ડફોલ કરી દરિયાકાંઠે ટકરાયા બાદ ઉતર ગુજરાતનો કાંઠો પસાર કરી દક્ષિણ રાજસ્થાન પહોંચશે. કચ્છના મોટાભાગના વિસ્તારમાં સંભવત આજે વરસાદી ગતિવિધિ શરૂ થઇ ગઇ છે. ૪૫થી ૬૫ કિ.મીની ઝડપે પવન સાથે મધ્યમથી ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.